તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Tuesday, 13th May 2025
શું નિવૃત્તિ લીધા પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027 ના ODI વર્લ્ડ કપમાં રમશે ? સુનિલ ગાવસ્કરનો રોમાંચક જવાબ
ગાવસ્કરે કહ્યું કે T20 આંતરરાષ્ટ્રીય અને હવે ટેસ્ટ ક્રિકેટમાંથી રાજીનામું આપ્યા પછી, ODI વર્લ્ડ કપમાં રમવાની તેમની શક્યતાઓ પર ખૂબ અસર પડશે.

મુંબઈ :ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી રોહિત શર્મા અને વિરાટ કોહલી 2027 ના ODI વર્લ્ડ કપમાં ભાગ્યે જ રમી શકશે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર પણ એવું જ માને છે. ગાવસ્કરે કહ્યું કે T20 આંતરરાષ્ટ્રીય અને હવે ટેસ્ટ ક્રિકેટમાંથી રાજીનામું આપ્યા પછી, ODI વર્લ્ડ કપમાં રમવાની તેમની શક્યતાઓ પર ખૂબ અસર પડશે.
ગાવસ્કરે એક મીડિયાને કહ્યું કે, 'સાચું કહું તો, મને નથી લાગતું કે તે ત્યાં સુધી રમશે.' જોકે, એવી શક્યતા છે કે તે આગામી એક વર્ષમાં શાનદાર ફોર્મમાં આવશે અને સતત સદીઓ ફટકારતા રહેશે, તો ભગવાન પણ તેને ટીમમાંથી કાઢી શકશે નહીં.
ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ અપાવવામાં રોહિત અને વિરાટની જોડીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગાવસ્કરે કહ્યું, 'તે રમતના આ ફોર્મેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે.' શું તેઓ 2027ની ટીમમાં સામેલ હશે ના પ્રશ્ન પર ગાવસ્કરે કહ્યું કે, 'પસંદગી સમિતિએ આ અંગે ઘણો વિચાર કરવો પડશે.' જો પસંદગી સમિતિને લાગે કે તેઓ તે સમયે ટીમમાં એટલું જ યોગદાન આપશે જેટલું તેઓ અત્યારે આપી રહ્યા છે, તો આ બંને ખેલાડીઓ પોતાનું સ્થાન જાળવી શકે છે.
ગાવસ્કરે ટેસ્ટના કેપ્ટનની વાત કરતા કહ્યું કે, 'બુમરાહ ટીમનો કેપ્ટન હોવો જોઈએ.' કેમ બુમરાહ જ ટીમનો કેપ્ટન હોવો જોઈએ એ પ્રશ્ન પર ગાવસ્કરે જવાબ આપ્યો કે, 'જો કોઈ બીજા ખેલાડીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવે છે, તો તે કેપ્ટન હંમેશા બુમરાહ પાસેથી વધારે ઓવર નંખાવવા માંગશે, કેમ કે બુમરાહ નંબર વન બોલર છે, તે ગમે ત્યારે વિકેટ લેવાની ક્ષમતા રાખે છે. પરંતુ જો બુમરાહ પોતે કેપ્ટન હશે તો તેને ખબજ હશે કે તેને ક્યારે ઓવર નાખવી અને ક્યારે આરામ કરવો. તેથી મારા મતે બુમરાહને કેપ્ટન બનાવવો યોગ્ય રહેશે.'
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
