News of Wednesday, 14th May 2025
ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ : ઓલરાઉન્ડરે એવી સર્જી કમાલ જે પહેલાં ક્યારેય બન્યું ન હતું
ટીમ ઈન્ડિયાના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં એક રેકોર્ડ નોંધાવ્યો

મુંબઈ : ટીમ ઈન્ડિયાના શાનદાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા વિશ્વ ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો છે. તે લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં નંબર 1 ઓલરાઉન્ડર છે અને કોઈ ખેલાડી તેની નજીક પણ જોવા મળતો નથી. હવે તેનું નામ ટેસ્ટ ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી નંબર 1 ઓલરાઉન્ડર તરીકે પણ નોંધાયું છે. વર્ષ 2017 માં, તે પહેલીવાર ટેસ્ટ ક્રિકેટમાં નંબર 1 ઓલરાઉન્ડર બન્યો અને ત્યારબાદ, વર્ષ 2022 માં, તેણે ફરીથી આ સ્થાન પ્રાપ્ત કર્યું. આ વખતે તેણે વેસ્ટ ઈન્ડિઝના જેસન હોલ્ડરને પાછળ છોડી દીધો છે
રવિન્દ્ર જાડેજા વર્ષ 2022 થી ટેસ્ટ ક્રિકેટમાં નંબર 1 ઓલરાઉન્ડર રહ્યા છે. તેઓ 1151 દિવસથી આ પદ પર છે અને કોઈ તેમની નજીક પણ પહોંચી શકતું નથી. હાલમાં, તે 400 પોઈન્ટ સાથે રેન્કિંગમાં ટોચ પર છે. તેમના પછી, મહેદી હસન મિરાજનું નામ આ યાદીમાં છે અને તેમના 327 પોઈન્ટ છે. આર અશ્વિનનું નામ પણ લાંબા સમયથી આ યાદીમાં હતું પરંતુ હવે તેણે આ રમતને અલવિદા કહી દીધું છે.
રવિન્દ્ર જાડેજા છેલ્લા ઘણા વર્ષોથી ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. દેશ હોય કે વિદેશ, બોલિંગ હોય કે બેટિંગ, તેની પાસે દરેક ક્ષેત્રમાં વિરોધી ટીમને પાછળ છોડી દેવાની શક્તિ છે. તેણે ટીમ ઈન્ડિયા માટે વર્ષ 2012 માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેની 13 વર્ષની કારકિર્દીમાં, તેણે ટીમ ઈન્ડિયાને અસંખ્ય મેચ જીતવામાં મદદ કરી છે.
અત્યાર સુધીમાં તેણે ભારત માટે ૮૦ ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે ૧૧૮ ઇનિંગ્સમાં ૩૩૭૦ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે 4 અડધી સદી અને 22 અડધી સદી ફટકારી છે. આ સાથે, બોલિંગ કરતી વખતે પણ તેણે 323 વિકેટ લીધી છે જેમાં તેણે 15 વખત 5 વિકેટ ઝડપી છે
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
