News of Wednesday, 14th May 2025
સોશીયલ મીડીયામાં નિવૃતિની વાત કરતાં મહોમ્મદ શમી ભડક્યો
ખૂબ સરસ મહારાજ, તમારી નોકરીના દિવસો પણ ગણી લ્યો

નવી દિલ્હીઃ મોહમ્મદ શમીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક મીડિયા રિપોર્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે જેમાં મીડિયા કંપનીએ દાવો કર્યો છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી પછી, શમી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવળત્તિ લેવા જઈ રહ્યો છે. શમીને આ બિલકુલ ગમ્યું નહીં અને તેણે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. શમીએ હિન્દીમાં એક લાંબું વાકય લખીને આ પ્રકારના રિપોર્ટ્સ સામે નારાજગી વ્યક્ત કરી છે. મોહમ્મદ શમીએ લખ્યું, ખૂબ સરસ મહારાજ, તમારી નોકરીના દિવસો પણ ગણી લો, નિવળત્તિ માટે કેટલો સમય બાકી છે. તમારા જેવાએ ભવિષ્ય સત્યનાશ કરી નાખ્યું છે. કયારેક તો ભવિષ્ય વિશે કંઈક સારું કહો યાર. આજની સૌથી ખરાબ સ્ટોરી. તમને જણાવી દઈએ કે શમી હંમેશા ફેક ન્યૂઝ પર ખુલીને બોલ્યો છે. ખોટા સમાચાર પ્રકાશિત કરવા બદલ તેમણે અગાઉ પણ ઘણી વખત ટીકા કરી છે. મોહમ્મદ શમી ૨૦ જૂનથી ઈંગ્લેન્ડ સામે શરૂ થનારી ૫ મેચની ટેસ્ટ શ્રેણીમાં જોવા મળી શકે છે. ઈંગ્લેન્ડમાં તેનું પ્રદર્શન સારું રહ્યું છે. તેણે ઈંગ્લેન્ડમાં ૧૪ ટેસ્ટ રમી છે અને ૪૦.૫૦ની સરેરાશથી ૪૨ વિકેટ લીધી છે, જેમાં એક ઇનિંગમાં ૪/૫૭ શ્રેષ્ઠ બોલિંગનો સમાવેશ થાય છે. રોહિત શર્માની નિવળત્તિ બાદ શુભમન ગિલને કેપ્ટનશીપ સોંપવામાં આવી શકે છે. ઘણાં મીડિયા રિપોર્ટ્સમાં આવું થઈ રહ્યું છે.(૪૦.૩૧)
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
