News of Wednesday, 14th May 2025
ભલે બંનેએ T20I અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી પરંતુ વિરાટ કોહલી અને રોહિત શર્માને ગ્રેડ A+ ની તમામ સુવિધાઓ મળશે : BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયા
BCCI દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની લિસ્ટ જારી કરવામાં આવી : આ કોન્ટ્રાક્ટ લિસ્ટ 1 ઓક્ટોબર, 2024થી 30 સપ્ટેમ્બર 2025 વચ્ચે માટે છે

નવી દિલ્હી તા.૧૪ :
ભારતીય ક્રિકેટ ટીમના બે મોટા નામ વિરાટ કોહલી અને રોહિત શર્માએ અચાનક ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરીને તમામને ચોંકાવી દીધા છે. ત્યારે હવે આ બંને ક્રિકેટરોના ગ્રેડને લઈને BCCI તરફથી મોટી જાણકારી આપવામાં આવી છે.
BCCIના સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું કે, ભલે બંનેએ T20I અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે, પરંતુ તેઓ હજુ પણ ભારતીય ક્રિકેટનો ભાગ છે, તેમને ગ્રેડ A+ ની તમામ સુવિધાઓ મળશે.
હાલમાં જ BCCI દ્વારા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની લિસ્ટ જારી કરવામાં આવી હતી. આ કોન્ટ્રાક્ટ લિસ્ટ 1 ઓક્ટોબર, 2024થી 30 સપ્ટેમ્બર 2025 વચ્ચે માટે છે. બીસીસીઆઈ દ્વારા આ વખતે 34 ખેલાડીઓને સેન્ટ્રેલ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
BCCI વાર્ષિક કરાર – BCCI Annual Contract
ગ્રેડ નંબર ખેલાડીઓ
A+ 1 રોહિત શર્મા
2 વિરાટ કોહલી
3 જસપ્રીત બુમરાહ
4 રવિન્દ્ર જાડેજા
A 5 મોહમ્મદ સિરાજ
6 કેએલ રાહુલ
7 શુભમન ગિલ
8 હાર્દિક પંડ્યા
9 મોહમ્મદ શમી
10 ઋષભ પંત
B 11 સૂર્યકુમાર યાદવ
12 કુલદીપ યાદવ
13 અક્ષર પટેલ
14 યશસ્વી જયસ્વાલ
15 શ્રેયસ અય્યર
C 16 રિંકુ સિંહ
17 તિલક વર્મા
18 રૂતુરાજ ગાયકવાડ
19 શિવમ દુબે
20 રવિ બિશ્નોઈ
21 વોશિંગ્ટન સુંદર
22 મુકેશ કુમાર
23 સંજુ સેમસન
24 અર્શદીપ સિંહ
25 પ્રસિદ્ધ કૃષ્ણા
26 રજત પાટીદાર
27 ધ્રુવ જુરેલ
28 સરફરાઝ ખાન
29 નીતિશ કુમાર રેડ્ડી
30 ઈશાન કિશન
31 અભિષેક શર્મા
32 આકાશ દીપ
33 વરુણ ચક્રવર્તી
34 હર્ષિત રાણા
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓને આ રીતે મળે છે પૈસા
ગ્રેડ વાર્ષિક પગાર (રૂ.માં)
A+ 7 કરોડ
A 5 કરોડ
B 3 કરોડ
C 1 કરોડ
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
