તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 16th May 2025
ઇંગ્લેન્ડ પ્રવાસમાં ચેતેશ્વરને તક આપો
ટેસ્ટમેચ રમવી ખૂબ અઘરી છે, એટલે એક સિનિયર પ્લેયર તરીકે તે વધુ તકનો હકદારઃ અરવિંદ પૂજારા

નવી દિલ્હીઃ સૌરાષ્ટ્રનો ક્રિકેટર ચેતેશ્વર પુજારા જૂન ૨૦૨૩થી ભારતીય ટીમ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી શકયો નથી. રોહિત શર્મા અને વિરાટ કોહલીના રિટાયરમેન્ટથી ભારતીય ટીમમાં સિનિયર પ્લેયર્સની અછત ઊભી થઈ છે. આ મુદ્દે વાત કરતાં ચેતેશ્વરના પપ્પા અને તેના પહેલાં કોચ અરવિંદ પુજારાએ કહ્યું છે કે ‘એક સિનિયર પ્લેયર હોવાથી તેમણે (સિલેક્શન કમિટી) તેના પર (ચેતેશ્વર પુજારા) પણ ધ્યાન આપવું જોઈએ. મને લાગે છે કે તેને ઇંગ્લેન્ડ-ટૂર પર તક મળવી જોઈએ. તે ફિટ છે, સારા ફોર્મમાં છે અને નિヘતિરૂપે તે ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં ટીમને મદદ કરશે.
ભારતીય ટીમને તેના જેવા બેટરની જરૂર છે જે લાંબા સમય સુધી પિચ પર ટકી રહે. તેણે ક્રિકેટ રમવાનું બંધ નથી કર્યું, તેણે ગયા વર્ષે છ-સાત કાઉન્ટી મેચ રમી છે. તેણે આ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને રણજી ટ્રોફીમાં ડબલ સેન્ચુરી પણ ફટકારી છે. તે બદલાવ લાવી શકે છે. ઘણા ઓછા ભારતીય છે જેમણે ૧૦૦થી વધારે ટેસ્ટ-મેચ રમી છે. ૧૦૦ ટેસ્ટ-મેચ રમવી ખૂબ જ મુશ્કેલ છે એટલે મારું માનવું છે કે એક સિનિયર પ્લેયર તરીકે તે એક વધુ તકનો હકદાર છે.'
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
