તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 16th May 2025
પ્લેઓફમાં પહોંચવા થનગનતા દિલ્હી કેપિટલ્સની ફરી વધી મુશ્કેલી : સ્ટાર્ક પછી હવે અન્ય 2 ખેલાડીઓએ પણ પાછા ફરવાનો કર્યો ઇનકાર
દિલ્હી કેપિટલ્સે ટૂંક સમયમાં રિપ્લેસમેન્ટ ખેલાડીઓના નામની કરવી પડશે જાહેરાત

મુંબઈ :ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનની બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર થયા બાદ બધી ટીમો એવા વિદેશી ખેલાડીઓની બદલીની જાહેરાત કરી રહી છે જેઓ ભારત પાછા નથી ફરી રહ્યા, આમાં દિલ્હી કેપિટલ્સ ટીમ હવે સૌથી વધુ મુશ્કેલીમાં જોવા મળી રહી છે. દિલ્હીની ટીમે આ સિઝનમાં ખૂબ સારી શરૂઆત કરી હતી, ત્યારબાદ તે તેની છેલ્લી કેટલીક મેચોમાં અપેક્ષા મુજબ રમી શકી નહીં. આમ છતાં, દિલ્હી કેપિટલ્સ ટીમ હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની રેશમાં છે, પરંતુ તેમના મહત્વપૂર્ણ વિદેશી ખેલાડીઓ ભારત પાછા ન ફરવાને કારણે પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે. મિશેલ સ્ટાર્ક પછી હવે ફાફ ડુ પ્લેસિસ અને ડોનોવન ફરેરાના નામ પણ આ યાદીમાં સામેલ થયા છે.
IPL 2025 સીઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમને લીગ સ્ટેજની બાકીની મેચોમાં હજુ ત્રણ વધુ મેચ રમવાની છે, જેમાં પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે તેમને ત્રણેય જીતવાની જરૂર છે. આવી સ્થિતિમાં મિશેલ સ્ટાર્ક અને ફાફ ડુ પ્લેસિસના વાપસી ન થવાને કારણે તેમની આશાઓ પર પાણી ફરી શકે છે. આ સિઝનમાં મિશેલ સ્ટાર્કે બોલ સાથે સારું પ્રદર્શન કર્યું હતું, તો ડુ પ્લેસિસે બેટ સાથે પણ સારું પ્રદર્શન કર્યું હતું.
દિલ્હી કેપિટલ્સ ટીમ માટે સારા સમાચાર એ છે કે દક્ષિણ આફ્રિકાની ટીમનો યુવા ખેલાડી ટ્રિસ્ટન સ્ટબ્સ IPL 2025 ની બાકીની મેચોમાં ભાગ લેવા માટે પાછો ફરી રહ્યો છે. આ ઉપરાંત, દિલ્હીની ટીમમાં બે વધુ વિદેશી ખેલાડીઓ સાદિકુલ્લાહ અટલ અને દુષ્મંત ચમીરા છે, જ્યારે બાંગ્લાદેશ ટીમના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન, જેને જેક ફ્રેઝર મેકગર્કના સ્થાને સામેલ કરવામાં આવ્યો હતો, તેને તેના બોર્ડ તરફથી NOC ન મળવાને કારણે રમવામાં મુશ્કેલી પડી રહી છે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
