તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Friday, 16th May 2025
દોહા ડાયમંડ લીગ ૨૦૨૫ : નીરજ ચોપડાએ રચ્યો ઇતિહાસ : જેવલિન કરિયરમાં પહેલીવાર ૯૦ મીટર ભાલો ફેંક્યો
ભારતીય જેવલિન સ્ટારનો કમાલ : ત્રીજા પ્રયાસમાં ૯૦.૨૩ મીટરના શાનદાર થ્રો સાથે મેળવી લીધી લીડ : કરિયરમાં પ્રથમ વખત ૯૦ મીટરનો જાદુઈ આંકડો પાર

દોહા: ભારતીય જેવલિન સ્ટાર નીરજ ચોપડાએ દોહા ડાયમંડ લીગ ૨૦૨૫માં મેન્સની ભાલા ફેંક સ્પર્ધામાં ૯૦ મીટરની ઐતિહાસિક બાધા પાર કરી લીધી છે. પોતાના ત્રીજા પ્રયાસમાં ૯૦.૨૩ મીટરના અદભુત થ્રોની મદદથી નીરજે સ્પર્ધામાં લીડ મેળવી લીધી છે. નીરજ ચોપડાએ પોતાના જેવલિન કરિયરમાં પહેલીવાર ૯૦ મીટરનો જાદુઈ આંકડો સ્પર્શ કર્યો છે.
ભારતના ભાલા ફેંક સ્ટાર અને બે વખત ઓલિમ્પિક મેડલ જીતનાર નીરજ ચોપડા દોહા ડાયમંડ લીગમાં ૨૦૨૫ની પોતાની પ્રથમ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. ભારતના એથ્લેટિક્સ પોસ્ટર બોય નીરજ ચોપડા કિશોર જેણા સાથે દોહા ડાયમંડ લીગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ ઉપરાંત, ગુલવીર સિંહ (મેન્સની ૫૦૦૦ મીટર) અને પારુલ ચૌધરી (મહિલાઓની ૩૦૦૦ મીટર સ્ટીપલચેઝ) પણ આ સ્પર્ધામાં ભારત તરફથી ભાગ લઈ રહ્યા છે.
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
