<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

IPL ફાઇનલ શેડ્યુલ જાહેર : 6 સ્થળો અને 2 ડબલ હેડર મેચ રમાશે :: હવે કુલ ૧૭ મેચ રમવાની બાકી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે 17 મેના રોજ સાંજે 7:30 વાગ્યે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે.

મુંબઈ :ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ફરી શરૂ થવા જઈ રહી છે, આ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે શનિવાર, 17 મેના રોજ સાંજે 7:30 વાગ્યે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 હવે તેના વળાંક પર પહોંચી ગયું છે. ટુર્નામેન્ટમાં હવે કુલ ૧૭ મેચ રમવાની બાકી છે, જેમાં બે ડબલ હેડર, બે ક્વોલિફાયર, એક એલિમિનેટર અને બહુપ્રતિક્ષિત ફાઇનલનો સમાવેશ થાય છે. બીસીસીઆઈએ આ બાકી રહેલી મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ અંતિમ તબક્કો 17 મેથી શરૂ થશે અને 3 જૂનના રોજ ફાઇનલ મેચ સાથે સમાપ્ત થશે.

બીસીસીઆઈએ બાકીની મેચો માટે છ સ્થળો નક્કી કર્યા છે: બેંગલુરુ, જયપુર, દિલ્હી, લખનૌ, મુંબઈ અને અમદાવાદ. જોકે, ક્વોલિફાયર-૧, એલિમિનેટર, ક્વોલિફાયર-૨ અને ફાઇનલ માટેના સ્થળો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

IPL 2025: બાકી રહેલી મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ

  • ૧૭ મે (શનિવાર), સાંજે ૭:૩૦ વાગ્યે: આરસીબી વિરુદ્ધ કેકેઆર - બેંગલુરુ
  • ૧૮ મે (રવિવાર), બપોરે ૩:૩૦ વાગ્યે: રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સ - જયપુર
  • ૧૮ મે (રવિવાર), સાંજે ૭:૩૦ વાગ્યે: દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગુજરાત ટાઇટન્સ - દિલ્હી
  • ૧૯ મે (સોમવાર), સાંજે ૭:૩૦ વાગ્યે: લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ - લખનૌ
  • ૨૦ મે (મંગળવાર), સાંજે ૭:૩૦ વાગ્યે: ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ - દિલ્હી
  • ૨૧ મે (બુધવાર), સાંજે ૭:૩૦ વાગ્યે: મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ - મુંબઈ
  • ૨૨ મે (ગુરુવાર), સાંજે ૭:૩૦ વાગ્યે: ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ - અમદાવાદ
  • ૨૩ મે (શુક્રવાર), સાંજે ૭:૩૦ વાગ્યે: આરસીબી વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ - બેંગલુરુ
  • ૨૪ મે (શનિવાર), સાંજે ૭:૩૦ વાગ્યે: પંજાબ કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ - જયપુર
  • ૨૫ મે (રવિવાર), બપોરે ૩:૩૦ વાગ્યે: ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ - અમદાવાદ
  • ૨૫ મે (રવિવાર), સાંજે ૭:૩૦ વાગ્યે: સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ કેકેઆર - દિલ્હી
  • ૨૬ મે (સોમવાર), સાંજે ૭:૩૦ વાગ્યે: પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઇન્ડિયન્સ - જયપુર
  • ૨૭ મે (મંગળવાર), સાંજે ૭:૩૦ વાગ્યે: લખનૌ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ આરસીબી - લખનૌ
  • ૨૯ મે (ગુરુવાર), સાંજે ૭:૩૦ વાગ્યે: ક્વોલિફાયર ૧
  • ૩૦ મે (શુક્રવાર), સાંજે ૭:૩૦ વાગ્યે: એલિમિનેટર
  • ૧ જૂન (રવિવાર), સાંજે ૭:૩૦ વાગ્યે: ક્વોલિફાયર ૨
  • ૩ જૂન (મંગળવાર), સાંજે ૭:૩૦ વાગ્યે: ફાઇનલ મેચ

IPL 2025 ના રોમાંચક અંતિમ તબક્કા માટે ક્રિકેટ પ્રેમીઓની રાહ હવે પૂરી થવા જઈ રહી છે, ખૂબ જ ટૂંક સમયમાં દરેકને ખબર પડશે કે કઈ ટીમો પ્લેઓફમાં પ્રવેશ કરે છે અને IPL ટ્રોફી કોણ ઉપાડે છે.

IPLના આ તબક્કામાં બે ડબલ હેડર મેચ રમાશે. પહેલી ડબલ હેડર ૧૮ મે અને બીજી ૨૫ મેના રોજ રમાશે. પહેલી ક્વોલિફાયર ૨૯ મેના રોજ, એલિમિનેટર ૩૦ મેના રોજ અને બીજી ક્વોલિફાયર ૧ જૂનના રોજ રમાશે. ફાઇનલ મેચ ૩ જૂને સાંજે ૭:૩૦ વાગ્યાથી રમાશે.

(11:30 PM IST)