<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th May 2025

ઇંગ્‍લેન્‍ડ પ્રવાસ માટે ઇન્‍ડિયા-એ ટીમની જાહેરાતઃ કરુણ નાયરનું પુનરાગમન, ઇશાન કિશનને પણ સ્‍થાન

અભિમન્‍યુ ઈશ્‍વરન કેપ્‍ટનઃ ગિલ અને સાંઈ સુદર્શન બીજા મેચમાં જોડાશે

 

 

નવી દિલ્‍હીઃ ઇંગ્‍લેન્‍ડ પ્રવાસ માટે ભારતીય એ ટીમની જાહેરાત કરવામાં આવી છે. અભિમન્‍યુ ઈશ્વરનને ટીમની કમાન સોંપવામાં આવી છે.કરુણ નાયરને પણ ટીમમાં સ્‍થાન આપવામાં આવ્‍યું છે. ઇશાન કિશન પણ વાપસી કરી છે. આ ઉપરાંત નીતીશ કુમાર રેડ્ડી, મુકેશ કુમાર અને આકાશ દીપને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્‍યા છે. હર્ષ દુબેને ઘરેલુ ક્રિકેટમાં સતત પ્રદર્શન બદલ પુરસ્‍કાર પણ મળ્‍યો છે. યશસ્‍વી જયસ્‍વાલ અને ધ્રુવ જુરેલ પણ ટીમમાં પોતાનું સ્‍થાન બનાવવામાં સફળ રહ્યા છે. બોલિંગની કમાન હર્ષિત રાણા, અંશુલ કંબોજ અને તુષાર દેશપાંડેને સોંપવામાં આવી છે. શુભમન ગિલ અને સાઈ સુદર્શન બીજી મેચ પહેલા ટીમમાં જોડાશે.

ભારત- એ ટીમ

અભિમન્‍યુ ઇશ્વરન, યશસ્‍વી જયસ્‍વાલ, કરુણ નાયર, ધ્રુવ જુરેલ, નીતીશ કુમાર રેડ્ડી, શાર્દુલ ઠાકુર, ઇશાન કિશન, માનવ લ્‍યુથર, તનુષ કોટિયન, મુકેશ કુમાર, આકાશ દીપ, હર્ષિત રાણા, અંશુલ કંબોજ, ખલીલ અહેમદ, રૂતુરાજ ગાયકવાડ, સરફરાઝ ખાન, તુષાર દેશપાંડે, હર્ષ દુબે.(૪૦.૧૬)

(10:56 AM IST)