તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th May 2025
વિરાટ કોલહીની ધો. ૧૦ ની માર્કશીટ સોશ્યિલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર થયા પછી ક્રિકેટર વિરાટ કોહલીની ધોરણ ૧૦ ની માર્કશીટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.તેના ૧૦માં ધોરણના માર્ક્સ જોઈને ચાહકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
વિરાટ કોહલીની CBSE ધોરણ ૧૦ ની માર્કશીટ દર્શાવે છે કે તેણે અંગ્રેજી, હિન્દી અને સામાજિક વિજ્ઞાનમાં સારા માર્ક્સ મેળવ્યા છે, જયારે ગણિત, વિજ્ઞાન અને પ્રાથમિક આઇટી માં તેના એવરેજ માર્ક્સ મળ્યા હતા. અંગ્રેજીમાં એ૧ ગ્રેડ અને સામાજિક વિજ્ઞાનમાં એ ૨ ગ્રેડ મેળવ્યો. હિન્દીમાં પણ બી૧ ગ્રેડ મેળવ્યો. વિજ્ઞાન અને પ્રાથમિક આઇટી માટે તેમને અનુક્રમે સીે૧ અને સી૨ ગ્રેડ આપવામાં આવ્યા હતા. તેણે અંગ્રેજીમાં ૮૩ માર્ક્સ મેળવીને ટોચનો સ્કોર મેળવ્યો. જયારે, તેને સામાજિક વિજ્ઞાનમાં ૮૧ માર્ક્સ મળ્યા.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
