<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

હૈદરાબાદનો સ્ટાર બેટ્સમેન કોવિડ-૧૯નો શિકાર બન્યો : ટીમને મોટો ઝટકો લાગ્યો

મુખ્ય કોચ ડેનિયલ વેટોરીએ ખેલાડી કોરોના ગ્રસ્ત હોવાની કરી પૃષ્ટિ

IPL 2025 દરમિયાન SRH ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડ કોવિડ-19 માટે પોઝિટિવ જોવા મળ્યા છે. આ સમાચારની પુષ્ટિ સનરાઇઝર્સ હૈદરાબાદના મુખ્ય કોચ ડેનિયલ વેટોરીએ કરી છે. તેમણે માહિતી આપી છે કે ટ્રેવિસ હેડ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. આ કારણે, હેડ હજુ સુધી ભારત પાછા ફરી શક્યા નથી.

સનરાઇઝર્સ હૈદરાબાદ તેમની આગામી મેચ ૧૯ મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમશે. આ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં વેટ્ટોરીએ કહ્યું કે ટ્રેવિસ કાલે સવારે આવી રહ્યો છે. તેને પહોંચવામાં મોડું થયું. ખરેખર, તેમને કોરોના થયો હતો. એટલા માટે તે મુસાફરી કરી શક્યો નહીં. તો તે કાલે સવારે આવશે અને ત્યારબાદ અમે તેની સ્થિતિનું મૂલ્યાંકન કરીશું.

સનરાઇઝર્સ હૈદરાબાદનું IPL 2025માં સારું પ્રદર્શન રહ્યું નથી. ટીમની સફર પ્લેઓફ રેસ પહેલા જ સમાપ્ત થઈ ગઈ. આ સિઝનમાં ટ્રેવિસ હેડના બેટે પણ સારું પ્રદર્શન કર્યું ન હતું. તેમનું પ્રદર્શન મિશ્ર રહ્યું. તેણે અત્યાર સુધી રમાયેલી ૧૧ મેચમાં ૨૮.૧૦ ની સરેરાશથી ૨૮૧ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે 2 અડધી સદી ફટકારી છે. ગયા સિઝનમાં હેડનું પ્રદર્શન શાનદાર હતું. તેણે ૧૫ મેચમાં ૪૦.૫૦ ની સરેરાશ અને ૧૯૧.૫૫ ના સ્ટ્રાઇક રેટથી ૫૬૭ રન બનાવ્યા.

(9:18 PM IST)