તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીની ફરી તોફાની બેટીંગઃ ૧૫ બોલમાં ૪૦ રન ઝૂડી નાખ્યાઃ ૪ છગ્ગા ફટકાર્યા

નવી દિલ્હીઃ આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ સામે ની મેચમાં પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરતાં રાજસ્થાનને ૨૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જ્યારે રાજસ્થાનની ટીમ બેટિંગ માટે આવી ત્યારે યશસ્વી જયસ્વાલ અને ૧૪ વર્ષના વૈભવ સૂર્યવંશીનું તોફાની પ્રદર્શન જોવા મળ્યું.
વૈભવ સૂર્યવંશીએ ૧૫ બોલમાં ૪૦ રનની તાબડતોડ ઇનિંગ રમી. આ ઇનિંગની ખાસ વાત એ હતી કે વૈભવે એક પણ સિંગલ કે ડબલ રન લીધો નહોતો. તેણે તમામ રન ચોગ્ગા અને છગ્ગાની મદદથી બનાવ્યા હતા. વૈભવે પોતાની ઇનિંગમાં ૪ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા. લગભગ ૨૬૭ના સ્ટ્રાઈક રેટથી વૈભવે રન બનાવ્યા હતા.
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
