<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

ધોનીને મળે છે દર મહિને ૭૦ હજારનું પેન્‍શન

 

નવી દિલ્‍હીઃ ક્રિકેટના દિગ્‍ગજ અને ‘‘કેપ્‍ટન કૂલ'' તરીકે ઓળખાતા મહેન્‍દ્ર સિંહ ધોનીનું નામ આજે પણ ક્રિકેટ ચાહકોના દિલમાં વસે છે. આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાંથી નિવળત્તિ લીધા બાદ પણ મહેન્‍દ્ર ધોની ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી માસિક પેન્‍શન મેળવે છે.

બીસીસીઆઇએ ૨૦૦૪માં રિટાયર્ડ ક્રિકેટરો અને અમ્‍પાયરો માટે પેન્‍શન સ્‍કીમ શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ પૂર્વ ખેલાડીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો હતો. આ યોજના હેઠળ પેન્‍શનની રકમ ખેલાડીએ રમેલી ટેસ્‍ટ મેચોની સંખ્‍યા પર આધારિત હોય છે. ૨૦૧૨માં આ યોજનાને વધુ વ્‍યાપક બનાવવામાં આવી, જેમાં એક વખતની ચુકવણી (૨૫ લાખથી ૨.૫ કરોડ રૂપિયા) અને માસિક પેન્‍શનનો સમાવેશ થયો. ૨૦૨૨માં બીસીસીઆઇના તત્‍કાલીન અધ્‍યક્ષ સૌરવ ગાંગુલીના નેતળત્‍વમાં આ યોજનામાં મોટો સુધારો કરવામાં આવ્‍યો, જેમાં પેન્‍શનની રકમ વધારવામાં આવી. આ સુધારાથી લગભગ ૯૦૦ પૂર્વ ખેલાડીઓ અને અધિકારીઓને લાભ થયો.

મહેન્‍દ્ર સિંહ ધોનીને પણ બીસીસીઆઇ તરફથી પેન્‍શન મળે છે. ક્રિકફિટના રિપોર્ટ અનુસાર, ધોનીએ ભારત માટે ૯૦ ટેસ્‍ટ, ૩૫૦ વનડે અને ૯૮ ટી૨૦ આંતરરાષ્‍ટ્રીય મેચો રમી છે. આ શાનદાર કરિયરના આધારે બીસીસીઆઇ તેમને દર મહિને ૭૦,૦૦૦ રૂપિયાનું પેન્‍શન આપે છે. આ રકમ પૂર્વ ટેસ્‍ટ ખેલાડીઓની ઉચ્‍ચ શ્રેણીમાં આવે છે, જેમનું પેન્‍શન ૨૦૨૨ના સુધારા પછી ૫૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૭૦,૦૦૦ રૂપિયા કરવામાં આવ્‍યું હતું.

(1:32 PM IST)