તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 19th May 2025
ધોનીના ફેન્સ જ સાચા, બાકી બધાના સોશિયલ મીડિયામાં પેઈડ ફેન્સઃ હરભજન

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે હાલમાં ક્રિકેટર્સના ફેન્સને લઈને વિવાદિત કમેન્ટ કરી છે. ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આગામી આઈપીએલ સીઝનમાં રમી રહ્યો છે કે નહીં એની ચર્ચા દરમ્યાન ભજ્જી કહે છે કે ‘તે જેટલું લાંબું રમી શકે છે એટલું રમશે. ચાહકો ઇચ્છે છે કે તે રમતો રહે.
મને લાગે છે કે તેના ખરા ફેન્સ છે, બાકીના (પ્લેયર્સના) સોશ્યલ મીડિયા પર પેઇડ ફેન્સ પણ છે. એ તેમના પર છોડી દો, કારણ કે જો આપણે એની ચર્ચા શરૂ કરીશું તો ચર્ચા અલગ દિશામાં જશે.'(૪૦.૨૮)
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
