તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Monday, 19th May 2025
ગાંગુલીને આશા, ફાઈનલ ઈડન ગાર્ડન્સમાં જ રમાશેઃ નવા
કેપ્ટનની નિમણુંક માટે લાંબાગાળાનો વિચાર કરવો પડશે

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આશા વ્યક્ત કરી હતી કે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં જ ઈન્ડિયન પ્રીમિયર લીગ ફાઈનલનું આયોજન થશે. બીસીસીઆઈ અને બંગાળ ક્રિકેટ અસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ ગાંગેલી કહે છે કે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. શું ફાઈનલ ટ્રાન્સફર કરવી એટલી સરળ છે? આ ઈડનનો પ્લેઓફ છે અને મને ખાતરી છે કે બધું બરાબર થશે.
દાદાના હુલામણા નામથી જાણીતા ગાંગુલીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીને ટેસ્ટઅરિટાયરમેન્ટ બાદ અભિનંદન પાઠવ્યાં અને કહ્યું કે આ તેમનો પોતાનો નિર્ણય છે. શું કોઈ વ્યક્તિ પોતાની મરજી વિરુદ્ધ રમત છોડી શકે છે? પરંતુ તેમની એક અદ્ભુત કરીઅર રહી છે અને કોહલીની નિવૃતિથી મને આヘર્ય થયું હતું.
આગામી ટેસ્ટ-કેપ્ટન વિશે વાત કરતાં ગાંગુલી કહે છે, આ એક એવો નિર્ણય છે જેના પર સિલેક્ટર્સે કાળજીપુર્વક વિચાર કરવો જોઈએ. અને ઘણા ફાયદા અને ગેરફાયદા છે. તેમને લાંબા ગાળાનો વિચાર કરવો પડશે.(૪૦.૩૦)
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
