<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

આને કહેવાય કરમની કઠણાઈ! ક્રિકેટમાં કોઈ બેટ્‍સમેનને આવી રીતે આઉટ થતાં નહીં જોયો હોય

બેટસમેન ગુમરાહ થઈ ગયો, બોલ ક્‍યાં ગયો તેને ખબર જ ન પડી

નવી દિલ્‍હીઃ ક્રિકેટમાં આઉટ થવાની કુલ ૧૦ કે ૧૧ રીત ગણાવવામાં આવે છે. કોઈપણ ખેલાડી આ રીતમાંથી જ આઉટ થતો હોય છે. પરંતુ આઉટ થવાનો અંદાજ અલગ હોઈ શકે છે. કયારેક સ્‍થાનિક ક્રિકેટમાં લોકો નિયમોમાં ફેરફાર કરીને રમતા જોવા મળે છે. પરંતુ એક વાયરલ વીડિયોમાં એક બેટ્‍સમેન ખૂબ જ વિચિત્ર રીતે આઉટ થતો જોવા મળ્‍યો. તેમાં ઘણાં લોકો માટે કહેવું મુશ્‍કેલ હશે કે આખરે તે શખ્‍સ આઉટ કેવી રીતે થયો. પરંતુ ધ્‍યાનથી જુઓ તો ખબર પડશે કે તે બોલ્‍ડ જ થયો છે.  સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, ક્રિકેટના મેદાનમાં એક ટેનિસ બોલ ક્રિકેટ ચાલી રહી છે. તેમાં એક ફાસ્‍ટ બોલર ઓફ સ્‍ટંપ બહાર એક પુલ લેન્‍થ બોલ ફેંકે છે. બોલ બેટના રડારમાં આવી રહ્યો હોવાથી બેટ્‍સમેને પૂરી તાકાતથી બેટ ફેરવ્‍યું અને બોલ હવામાં ઉછળી ગયો, પણ જેવી આશા હતી એવું કંઈ થયું નહીં. હકીકતમાં બોલ નીચે આવતી વખતે કંઈ એવું થયું જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. આ દરમિયાન વિકેટકીપર બોલ તરફ દોડે છે, પરંતુ સ્‍પષ્ટ જોઈ શકાતું નથી કે, તે બોલને સ્‍પર્શે છે કે નહીં.

ફિલ્‍ડિંગ ટીમના ખેલાડીઓએ આઉટની અપીલ કરી અને અમ્‍પાયરે પણ બેટ્‍સમેનને આઉટ આપી દીધો. બીજી બાજુ બેટ્‍સમેન પોતે ગુમરાહ થઈ ગયો કે, તેણે બોલ કયાં ગયો તે જ ખબર પડી નહીં. તેને સમજાયું નહીં કે, આખરે બોલ ફરીને સ્‍ટમ્‍પ પર કેવી રીતે લાગ્‍યો. વીડિયોને ઇન્‍સ્‍ટાગ્રામ પર @surat_tennis_cricket_ પરથી શેર કરવામાં આવ્‍યો છે. તેને ૧૧ લાખથી વધુ વ્‍યૂઝ મળી ચૂકયા છે.(૪૦.૨૭)

(3:16 PM IST)