<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

IPL 2025: દિલ્હી કેપિટલ્સે કોઈપણ કિંમતે જીત મેળવવી જરૂરી

નવી દિલ્હી: દિલ્હી કેપિટલ્સે હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માં પ્લેઓફ રેસ જીતવા માટે તેમની બાકીની બંને મેચ જીતવી પડશે. જો દિલ્હી કેપિટલ્સ જીતવામાં સફળ નહીં થાય તો ટુર્નામેન્ટમાંથી તેનું બહાર થવું લગભગ નિશ્ચિત છે. રવિવારે રમાયેલી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સનો ગુજરાત ટાઇટન્સ સામે 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો. જે બાદ તેના માટે ટોપ-૪માં સ્થાન મેળવવાનો પડકાર વધી ગયો છે.IPL 2025 માં ટોચની 4 ટીમો પ્લેઓફમાં આગળ વધશે. આ સિઝનમાં ૧૨ મેચમાં ૧૮ પોઈન્ટ સાથે, ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લેઓફમાં સ્થાન મેળવી ચૂક્યું છે. RCB અને પંજાબ કિંગ્સે GT સાથે મળીને 12 મેચમાં 17-17 પોઈન્ટ સાથે પ્લેઓફમાં જગ્યા બનાવી છે. હવે ત્રણ ટીમો વધુ એક સ્થાન માટે પોતાનું નસીબ અજમાવવા જઈ રહી છે. આ માટે, દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપરજાયન્ટ્સની ટીમો લાઇનમાં છે.લખનૌ સુપરજાયન્ટ્સના ક્રિકેટ ચાહકોને આશા છે કે તેમની ટીમ બાકીની મેચોમાં શાનદાર પ્રદર્શન કરશે અને પ્લેઓફની રેસ માટે ક્વોલિફાય થશે.દિલ્હી કેપિટલ્સે IPLમાં અત્યાર સુધીમાં 12 મેચ રમી છે, જેમાં તેણે છ જીત મેળવી છે અને પાંચ મેચ હારી છે. ૧૩ પોઈન્ટ સાથે, તેઓ પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે. જો દિલ્હી તેની બંને મેચ જીતે છે, તો તેના 17 પોઈન્ટ થશે. પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે રહેલી મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં 12 મેચ રમી છે, જેમાં તેમના 7 જીત સાથે 14 પોઈન્ટ છે. મુંબઈ ઈન્ડિયન્સે હજુ બે મેચ રમવાની છે. જો મુંબઈ બંને મેચ જીતી જાય છે, તો તે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સના પ્લેઓફના સપનાને ચકનાચૂર કરી શકે છે.પ્લેઓફની દોડમાં પોતાના નસીબ પર આધાર રાખી રહેલી લખનૌ સુપરજાયન્ટ્સને હજુ પણ ટૂર્નામેન્ટમાં ત્રણ વધુ મેચ રમવાની બાકી છે. જો લખનૌ તેની ત્રણેય મેચ જીતી જાય તો તેના ૧૬ પોઈન્ટ થશે. પરંતુ, ટુર્નામેન્ટમાં લખનૌ સુપરજાયન્ટ્સ જે ફોર્મમાં છે તે જોતાં, આ કાર્ય થોડું મુશ્કેલ લાગે છે. તે જ સમયે, વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલ માને છે કે જો ડીસી તેમની બાકીની લીગ મેચો જીતી લે છે, તો પણ તેઓ પ્લેઓફમાં પ્રવેશ કરી શકે છે.

 

(5:55 PM IST)