તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Monday, 19th May 2025
IPLના 18 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સિદ્ધિ નોંધાઈ: ગુજરાત ટાઈટન્સે દિલ્હી કેપિટલ્સને 10 વિકેટથી હરાવી ઈતિહાસ રચ્યો
ગુજરાત ટાઈટન્સએ જીત માટે 200 રનનો લક્ષયાંક કોઈ પણ નુકસાન વગર 6 બોલ બાકી રહેતા પૂર્ણ કર્યો:સાંઈ સુદર્શન અને શુભમન ગિલે 205 રનની અણનમ ઈનિગ્સ રમી અને ટીમને પ્લેઓફમાં એન્ટ્રી અપાવી

ગુજરાત ટાઇટન્સે શાનદાર જીત સાથે ઇતિહાસ રચ્યો છે, T20માં આવું કરનારી વિશ્વની બીજી ટીમ બની છે. ગુજરાત ટાઈટન્સે આ જીત સાથે પ્લેઓફમાં એન્ટ્રી કરી લીધી છે. ગુજરાત ટાઈટન્સે 12 મેચમાં 9 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર સ્થાન બનાવ્યું છે.
ગુજરાત ટાઈટન્સે 200 રનનો ટાર્ગેટ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 19 ઓવરમાં પૂર્ણ કર્યો હતો. આ સાથે ગુજરાત 18 વર્ષના આઈપીએલના ઈતિહાસમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 200 રનનો ટાર્ગેટ ચેન્જ કરનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
સાંઈ સુદર્શને પોતાના આઈપીએલ કરિયરની પ્રથમ સદી ફટકારી છે. તેમણે 61 બોલમાં 12 ચોગ્ગા અને 4 સિક્સ સાથે 108 રનની ઈનિગ્સ રમી છે. આ સાથે સાંઈ સુદર્શને આઈપીએલ 2025માં 600 રન પુરા કરનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
શુભમન ગિલે 53 બોલમાં 93 રનની ઈનિગ્સ રમી હતી. તેમણે પોતાની આ ઈનિગ્સમાં 3 ચોગ્ગા અને 7 સિક્સ ફટકારી હતી. કેપ્ટન ગિલે ટીમને પ્લેઓફમાં પહોંચાડી દીધી છે.
ગુજરાત ટી20 ક્રિકેટમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 200થી વધારે ટાર્ગેટને પૂર્ણ કરનારી બીજી ટીમ બનીછે. આ પહેલા માત્ર પાકિસ્તાને 2022માં કરાંચીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ T20Iમાં 200 રનનો ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
