News of Thursday, 22nd May 2025
ચેન્નાઈ ટીમમાંથી ૭ ખેલાડીઓને હટાવો, આકાશ ચોપરાએ લાંબુ લીસ્ટ તૈયાર કર્યુ
આ યાદીમાં અશ્વિન, જાડેજા, રચિન રવિન્દ્ર, ડેવોન કોન્વે, વિજય શંકર સહિતના ખેલાડીઓનો સમાવેશ

નવી દિલ્હીઃ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ વખતનું આઈપીએલ કોઈ દુઃસ્વપ્નથી ઓછું નથી. પ્લેઓફ રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ. ૧૩ મેચમાં ફક્ત ૩ જીત. હજુ એક મેચ બાકી છે. ઉંમર તેમને સાથ આપી રહી નથી, પરંતુ ૪૩ વર્ષનો મહેન્દ્ર સિંહ ધોની નિવળત્તિ લઈ રહ્યો નથી. હવે તેમણે કહ્યું છે કે ટીમ આગામી સિઝન માટે તૈયારી કરી રહી છે. સંકેત ટીમને ફરી ઉભી કરવા તરફ છે. હરાજી માટેની વ્યૂહરચના તૈયાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ સીએસકેને રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, રચિન રવિન્દ્ર જેવા ૭ ખેલાડીઓને દૂર કરવાની સલાહ આપી છે.
એક પ્રશ્નના જવાબમાં, આકાશ ચોપરાએ એક કાર્યક્રમ ટાઇમ આઉટમાં કહ્યું કે સીએસકેએ ૭ ખેલાડીઓને રિલીઝ કરવા જોઈએ. મારી પાસે એક લાંબી યાદી છે. હું અશ્વિન, જાડેજા, રચિન રવિન્દ્ર, ડેવોન કોનવે, વિજય શંકર, દીપક હુડા, રાહુલ ત્રિપાઠીને રિલીઝ કરવા માંગુ છું. તેમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ નથી. જોકે, તે જ શોમાં, કો-પેનલિસ્ટ સંજય બાંગરે ચોક્કસપણે કહ્યું હતું કે ધોની આગામી આઈપીએલ સીઝનમાં ભાગ્યે જ રમતો જોવા મળશે. આકાશ ચોપરાએ ઘણી મેચોમાં રવિન્દ્ર જાડેજાને બેટિંગ ક્રમમાં ઉપર મોકલવામાં પર પણ સવાલ ઉઠાવ્યા હતા.
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
