તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd May 2025
પ્લેઓફમાં પહોંચતાની સાથે જ નીતા અંબાણીએ આપ્યો મોટો સંકેત :બેંગ્લોર, પંજાબ અને ગુજરાતની વધી ચિંતા
નીતા અંબાણી મુંબઈની છઠ્ઠી IPL ટ્રોફી જીતવાની તૈયારી કરી રહી છે. મુંબઈ પ્લેઓફમાં પહોંચતાની સાથે જ નીતા અંબાણીની પ્રતિક્રિયા વાયરલ

મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલ મેચ જીતીને, મુંબઈ ઇન્ડિયન્સે પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. IPLની 18મી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી ન હતી, પરંતુ ટીમે ટુર્નામેન્ટમાં વાપસી કરી છે અને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણી ઘણીવાર મુંબઈ ઈન્ડિયન્સની મેચોમાં જોવા મળે છે. બુધવારે દિલ્હી સામે રમાયેલી મેચમાં નીતા અંબાણી પણ પોતાની ટીમને સપોર્ટ કરવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા હતા. મુંબઈની જીત બાદ, નીતા અંબાણીની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મુંબઈની જીત પછી, નીતા અંબાણીએ પોતાના હાથથી 6 નંબરનું પ્રતીક આપ્યું. આ કારણે સોશિયલ મીડિયા પર એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે નીતા અંબાણી મુંબઈની છઠ્ઠી IPL ટ્રોફી જીતવાની તૈયારી કરી રહી છે. મુંબઈ પ્લેઓફમાં પહોંચતાની સાથે જ નીતા અંબાણીએ આવી પ્રતિક્રિયા આપી, બેંગ્લોર, પંજાબ અને ગુજરાતનું તણાવ વધ્યુંછે
આ ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન છે અને મુંબઈની ટીમે 5 વખત IPL ટ્રોફી જીતી છે. મુંબઈની બરાબરી કરતી ચેન્નાઈ સુપર કિંગ્સે પણ 5 વખત આ ટ્રોફી પર કબજો જમાવ્યો છે. જો મુંબઈ ઈન્ડિયન્સ IPL 2025 પણ જીતે છે, તો આ સાથે MI ટીમ સૌથી વધુ IPL ટ્રોફી જીતનારી ટીમ બની જશે.
મુંબઈ માટે આ સિઝન ઘણી સારી રહી છે. મુંબઈએ અત્યાર સુધીમાં 13 મેચ રમી છે, જેમાં ટીમે 8 મેચ જીતી છે અને 5 મેચ હારી છે. ટીમના બધા ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન કરી રહ્યા છે. આ સિઝનમાં મુંબઈના પ્રદર્શનને જોતાં કહી શકાય કે નીતા અંબાણીની ટીમ આ વખતે પણ IPL ટ્રોફી જીતવાની મોટી દાવેદાર છે. તે જ સમયે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ પણ એવી ટીમો છે જેમણે પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
