News of Friday, 23rd May 2025
લખનૌની પ્લેઓફમાં એન્ટ્રી : ગુજરાતના પરાજય સાથે ટોપ-2 ની રેસ રોમાંચક :જાણો પોઇન્ટ ટેબલની સ્થિતિ
જાણો આઈપીએલ 2025ની 64મી મેચ પછી પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ શું છે અને કઈ ટીમ ક્યાં સ્થાન પર છે.

મુંબઈ :આઈપીએલ 2025માં 22 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં લખનૌની ટીમે ગુજરાતની ટીમને 33 રનથી માત આપીને પ્લેઓફમાં એન્ટ્રી કરી લીધી છે. ગુજરાત ટાઈટન્સની હાર સાથે જ પ્લેઓફ માટે ટોપ 2ની રેસ રસપ્રદ બની ગઈ છે.
ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2025ના પ્લેઓફમાં પહોંચી ગઈ છે. ત્યારે હવે આ ચારેય ટીમો વચ્ચે ટોપ 2 માટે ટક્કર છે. ત્યારે જાણો, આઈપીએલ 2025ની 64મી મેચ પછી પોઈન્ટ્સ ટેબલની સ્થિતિ શું છે અને કઈ ટીમ ક્યાં સ્થાન પર છે.
64મી મેચ પછી પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે?
IPL 2025ના પ્લેઓફમાં પહોંચી આ 4 ટીમો
- ગુજરાત ટાઇટન્સ 13 મેચોમાંથી 9 માં જીત મેળવીને કુલ 18 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં પ્રથમ ક્રમે છે. તેમનો નેટ રન રેટ +0.602 છે.
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 12 મેચોમાં 8 જીત અને 17 પોઈન્ટ્સ સાથે બીજું સ્થાન મેળવ્યું છે, તેમનો નેટ રન રેટ +0.482 છે.
- પંજાબ કિંગ્સના પણ 12 મેચોમાં 8 જીત અને 17 પોઈન્ટ્સ છે, પરંતુ તેમનો નેટ રન રેટ (+0.389) બેંગલુરુથી થોડો ઓછો હોવાથી તેઓ ત્રીજા ક્રમે છે.
- મુંબઈ ઈન્ડિયન્સ 13 મેચોમાં 8 જીત સાથે 16 પોઈન્ટ્સ મેળવીને ચોથા ક્રમે છે. તેમનો નેટ રન રેટ +1.292 છે.
આ ટીમો પ્લેઓફની રેસમાંથી થઈ બહાર
- દિલ્હી કેપિટલ્સ (13 મેચ, 13 પોઈન્ટ્સ) પાંચમા સ્થાને
- લખનૌ સુપર જાયન્ટ્સ (13 મેચ, 12 પોઈન્ટ્સ) છઠ્ઠા ક્રમે
- કોલકાતા નાઈટ રાઈડર્સ (13 મેચ, 12 પોઈન્ટ્સ) સાતમા ક્રમે
- સનરાઈઝર્સ હૈદરાબાદ (12 મેચ, 9 પોઈન્ટ્સ) આઠમા ક્રમે
- રાજસ્થાન રોયલ્સ (14 મેચ, 8 પોઈન્ટ્સ) નવમા ક્રમે
- ચેન્નાઈ સુપર કિંગ્સ (13 મેચ, 6 પોઈન્ટ્સ) દસમા ક્રમે
IPL 2025 પોઇન્ટ ટેબલ
ક્રમટીમમેચજીતહારટાઈકોઈ પરિણામ નહીંપોઈન્ટ્સનેટ રન રેટ (NRR)1ગુજરાત ટાઇટન્સ139400180.6022રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ128301170.4823પંજાબ કિંગ્સ128301170.3894મુંબઈ ઇન્ડિયન્સ138500161.2925દિલ્હી કેપિટલ્સ13660113-0.0196લખનૌ સુપર જાયન્ટ્સ13670012-0.3377કોલકાતા નાઈટ રાઇડર્સ135602120.1938સનરાઇઝર્સ હૈદરાબાદ1247019-1.0059રાજસ્થાન રોયલ્સ14410008-0.54910ચેન્નાઈ સુપર કિંગ્સ13310006-1.03
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
