<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

મુંબઇ પ્લેઓફમાં પહોંચ્યાબાદ નીતા અંબાણીએ પોતાના હાથથી ૬ નંબરનું પ્રતિક આપ્યું

છઠ્ઠી વખત ટ્રોફી જીતવાની તૈયારી ?

નવી દિલ્હીઃ મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક નીતા અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણી ઘણીવાર મુંબઈ ઈન્ડિયન્સની મેચોમાં જોવા મળે છે. દિલ્હી સામે રમાયેલી મેચમાં નીતા અંબાણી પણ પોતાની ટીમને સપોર્ટ કરવા માટે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યા હતા. મુંબઈની જીત બાદ, નીતા અંબાણીની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મુંબઈની જીત પછી, નીતા અંબાણીએ પોતાના હાથથી ૬ નંબરનું પ્રતીક આપ્યું. આ કારણે સોશિયલ મીડિયા પર એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે નીતા અંબાણી મુંબઈની છઠ્ઠી આઇપીએલ ટ્રોફી જીતવાની તૈયારી કરી રહી છે. મુંબઈ પ્લેઓફમાં પહોંચતાની સાથે જ નીતા અંબાણીએ આવી પ્રતિક્રિયા આપી, બેંગ્લોર, પંજાબ અને ગુજરાતનું તણાવ વધ્યું છે.

(2:39 PM IST)