<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd May 2025

પત્ની દેવિશાએ કહ્યું પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતતો જોવા ઇચ્છા છે, એટલે જીત્યો સૂર્યા

દિલ્હી કેપિટલ્સ સામે સૂર્યકુમાર યાદવ ૪૩ બોલમાં ૭૩ રનની અણનમ ઇનિંગ્સ રમીને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે મેચ બાદ ખુલાસો કર્યો કે તેની પત્ની વર્તમાન સીઝનમાં તેને પ્લેયર ઓફ ધ મૅચ અવૉર્ડ જીતતો જોવા ઇચ્છે છે.  આ અવોર્ડ જીત્યા બાદ તેણે પત્ની દેવિશા સાથે રસપ્રદ વિડિયો શેર કર્યો હતો જેમાં તેણે પત્ની સાથે ટ્રોફી શેર કરતાં કહ્યું કે 'પત્નીએ કહ્યું હતું કે તમામ ટ્રોફી લઈને આવે છે માત્ર પ્લેયર ઓફ ધ મેચની ટ્રોફી લઈને નથી આવતો, તો આ લો.' આ વિડિયોના કેપ્શનમાં તેણે લખ્યું કે 'બીવી ને બોલા કરને કા, મતલબ કરને કા વર્તમાન સીઝનની ૧૩ મૅચમાં સૂર્યા સૌથી વધુ ચોગ્ગા, છગ્ગા અને સ્ટ્રાઇક-રેટ સંબંધિત અન્ય અવૉર્ડ જીતી ચૂક્યો છે.

 

(2:42 PM IST)