તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th May 2025
લીગ સ્ટેજની સમાપ્તિ પછી પ્લે ઓફની સ્થિતિ સ્પષ્ટ :શું છે ઓરેન્જ કેપ અને પર્પલ કેપની સ્થિતિ: જાણો ટોચના 10 બેટ્સમેન-બોલર
જાણો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? ઓરેન્જ કેપ પર કયા બેટ્સમેનનો કબ્જો છે? પર્પલ કેપ કયા બોલર પાસે છે?

મુંબઈ :ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની લીગ મેચો સમાપ્ત થઈ ગઈ છે. આ સાથે જ પ્લેઓફની સ્થિતિ પણ સ્પષ્ટ થઈ ગઈ છે. લીગ સ્ટેજની સમાપ્તિ પછી પોઈન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સની ટીમ પ્રથમ સ્થાને રહી છે. જ્યારે બેંગ્લુરુની ટીમ બીજા સ્થાને રહી છે.
IPL 2025ની 70મી મેચ બાદ ઓરેન્જ કેપની રેસમાં ગુજરાતનો ઓપનિંગ બેટ્સમેન સાંઈ સુદર્શન ટોચ પર છે જ્યારે પર્પલ કેપની રેસમાં ચેન્નાઈનો નૂર અહેમદ પ્રથમ સ્થાને છે.
આ આર્ટિકલમાં જાણો, IPL 2025ની 70મી મેચ (LSG vs RCB) પછી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અને સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ છે? ઓરેન્જ કેપ પર કયા બેટ્સમેનનો કબ્જો છે? પર્પલ કેપ કયા બોલર પાસે છે?
IPL 2025માં સૌથી વધુ રન: ઓરેન્જ કેપ રેસ LSG vs RCB પછી (મેચ 70)
આઈપીએલ 2025ની 70મી મેચ બાદ ઓરેન્જ કેપ પર ગુજરાત ટાઇટન્સના સાંઈ સુદર્શનનો કબજો છે. તેણે 14 મેચમાં અત્યાર સુધી 679 રન બનાવ્યા છે. ગુજરાતનો કેપ્ટન શુભમન ગિલ 14 મેચમાં 649 રન સાથે બીજા નંબરે છે, જ્યારે ત્રીજા ક્રમે મુંબઈ ઈન્ડિયન્સનો સૂર્યકુમાર યાદવ છે, જેને 14 મેચમાં કુલ 640 રન બનાવ્યા છે.
ક્રમખેલાડીમેચઇનિંગરનએવરેજસ્ટ્રાઈક રેટ1સાંઈ સુદર્શન141467952.23155.382શુભમન ગિલ141464954.08156.393સૂર્યકુમાર યાદવ141464071.11167.984મિશેલ માર્શ131362748.23163.715વિરાટ કોહલી131360260.2147.916યશસ્વી જયસ્વાલ141455943159.717કેએલ રાહુલ131353953.9149.728જોસ બટલર141353859.78163.039નિકોલસ પૂરન141452443.67196.2510શ્રેયસ અય્યર141451451.4171.91
IPL 2025માં સૌથી વધુ વિકેટ: પર્પલ કેપ રેસ LSG vs RCB પછી (મેચ 70)
પર્પલ કેપની દાવેદારીમાં CSKનો નૂર અહેમદ 14 મેચમાં 24 વિકેટ લઈને પ્રથમ સ્થાન પર છે. ગુજરાત ટાઇટન્સનો પ્રસિદ્ધ કૃષ્ણા 14 મેચમાં 23 વિકેટ સાથે બીજા ક્રમે છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના ટ્રેન્ટ બોલ્ટે 19 વિકેટ મેળવી ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે.
ક્રમખેલાડીમેચઓવર્સબોલવિકેટએવરેજ1નૂર અહમદ145030024172પ્રસિદ્ધ કૃષ્ણા14553302318.913ટ્રેન્ટ બોલ્ટ1449.42981922.264જોશ હેઝલવુડ1036.52211817.285અર્શદીપ સિંહ1448.229018236વૈભવ અરોરા1242.32551725.297જસપ્રીત બુમરાહ1039.22361714.658વરુણ ચક્રવર્તી13503001722.539રવિશ્રીનિવાસન સાઈ કિશોર1438.32311720.6510પેટ કમિન્સ1449.42981628.13
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
