<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

પાકિસ્તાની ખેલાડીની તોછડાઈ :ભારતીય ખેલાડી સાથે હાથ મિલાવવાની બદલે કર્યું ગેરવર્તન :જુઓ વિડિયો

હાર પછી પાકિસ્તાની ખેલાડી પહેલા હાથ મિલાવવાનું ટાળે છે, પછી ફરીથી હાથ મિલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ વખતે તે ભારતીય ખેલાડીનો હાથ ઝાટકી દે છે

કઝાકિસ્તાનમાં રમાઈ રહેલી જુનિયર ડેવિસ કપ અંડર-16 ટુર્નામેન્ટમાં ભારતે પાકિસ્તાનને 2-0થી હરાવ્યું હતું. મેચ પછી એક પાકિસ્તાની ખેલાડીએ ભારતીય ખેલાડી સાથે યોગ્ય રીતે હાથ ન મિલાવ્યો, જેના કારણે વિવાદ થયો. લોકો કહી રહ્યા છે કે આ રમતની ભાવના વિરુદ્ધ હતું.

ભારતે 24 મેના રોજ કઝાકિસ્તાનના શ્યામકેન્ટમાં રમાઈ રહેલી જુનિયર ડેવિસ કપ અંડર-16 ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને 2-0થી હરાવીને શાનદાર વિજય મેળવ્યો. ભારતીય ટીમના પ્રકાશ સરન અને તવિશ પાહવાએ સુપર ટાઈ-બ્રેકમાં પોતપોતાના સિંગલ્સ મેચ જીતીને ટીમને નિર્ણાયક લીડ અપાવી.

વીડિયોમાં જોવા મળે છે કે હાર પછી ખેલાડી પહેલા હાથ મિલાવવાનું ટાળે છે, પછી ફરીથી હાથ મિલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ વખતે તે ભારતીય ખેલાડીનો હાથ ઝાટકી દે છે.

રમતપ્રેમીઓ અને સોશિયલ મીડિયા પર લોકોએ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. ચાહકો અને સોશિયલ મીડિયાએ તેને રમતગમતની ભાવના વિરુદ્ધ ગણાવ્યું છે અને તેની ટીકા થઈ રહી છે. ટુર્નામેન્ટમાં ભારતની જીતની સાથે, આ ઘટના પણ ચર્ચાનો વિષય બની છે.

 

(7:18 PM IST)