<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

પપ્‍પા, આગામી ઈનિંગ માટે તૈયાર થવાનો સમય આવી ગયો છેઃ સૂર્યાની ઈમોશનલ પોસ્‍ટ

સૂર્યકુમારના પિતા નિવૃત થતા સોશ્‍યલ મીડિયામાં પોસ્‍ટ મૂકી

મુંબઈઃ સૂર્યકુમાર યાદવના પિતા અશોક કુમાર યાદવ નિવળત્ત થઈ ગયા છે. તેઓ ભાભા એટોમિક રિસર્ચ સેન્‍ટર (BARC)માં ઈલેક્‍ટ્રિકલ એન્‍જિનિયર તરીકે કામ કરતા હતા. આ ખાસ પ્રસંગે સૂર્યકુમાર યાદવે એક ઈન્‍સ્‍ટાગ્રામ પોસ્‍ટ શેર કરી, જેમાં તેમના પિતા અને પરિવાર સાથેના કેટલાક ફોટા શેર કર્યા. તેને એક ઈમોશનલ કેપ્‍શન પણ લખ્‍યું. આ પોસ્‍ટ પર તેમના ફેન્‍સ પણ ઘણી કોમેન્‍ટ કરી રહ્યા છે. સૂર્યાએ લખ્‍યું છે કે મારા પહેલા અને હંમેશાના હીરો, રોલ મોડેલ, જીવન માર્ગદર્શક અને માર્ગદર્શક માટે... તમારી મહત્‍વપૂર્ણ ઈનિંગ્‍સ સમાપ્ત થઈ ગઈ છે અને તમે હંમેશા દરેક ભૂમિકાને શ્રેષ્ઠતાથી સંભાળી છે. એક સામાન્‍ય માણસ જેને અમને અસાધારણ જીવન આપવામાં કોઈ કસર છોડી નહીં.. ચાલો આજે તમને જણાવીએ કે અમને તમારા અને તમારી સિદ્ધિઓ પર કેટલો ગર્વ છે. પપ્‍પા, આગામી ઈનિંગ માટે તૈયાર થવાનો સમય આવી ગયો છે.  સૂર્યકુમારની ક્રિકેટ કારકિર્દી બનાવવામાં અશોક કુમાર યાદવે મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી છે. શરૂઆતમાં, જ્‍યારે સૂર્યકુમારે પોતાનો અભ્‍યાસ છોડી દીધો અને ક્રિકેટ પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું, ત્‍યારે ઘણા લોકો તેના માતાપિતાને ટોણા મારતા હતા. પરંતુ અશોક યાદવને તેમના પુત્રની પ્રતિભા પર વિશ્વાસ હતો અને તેમને તેને કયારેય ક્રિકેટ રમવાથી રોકયો નહીં. તેમને હંમેશા તેમના પુત્રને સપોર્ટ કર્યો, જેના કારણે સૂર્યા આજે ૩૬૦ ડિગ્રી તરીકે પ્રખ્‍યાત થયો

(3:05 PM IST)