<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

શ્રેયસ ઐચ્‍યરની પસંદગી ન થવા મામલે ગંભીરે જવાબ આપ્‍યો ‘‘હું પસંદગીકાર નથી''

 

નવી દિલ્‍હીઃ ભારતીય ટીમના મુખ્‍ય કોચ ગૌતમ ગંભીરે આગામી ઇંગ્‍લેન્‍ડ પ્રવાસ માટે શ્રેયસ ઐયરને ટેસ્‍ટ ટીમમાંથી બાકાત રાખવા અંગે મૌન જાળવી રાખ્‍યું છે. ઐયરની આસપાસ વધતી જતી જાહેર ચર્ચા છતાં ગંભીરે આ નિર્ણય પર કોઈ ટિપ્‍પણી કરી ન હતી. બુધવારે મીડિયા સાથે વાત કરતા, ઐયરે ઇંગ્‍લેન્‍ડ સામેની ટેસ્‍ટ ટીમમાં પસંદગી ન થવા પર ચાર શબ્‍દોમાં જવાબ આપ્‍યો. શ્રેયસ ઐયરની પસંદગી ન થવા પર મીડિયા સાથે વાત કરતા, હેડ ગૌતમ ગંભીરે કહ્યું, હું પસંદગીકાર નથી.ભલે લોકો શ્રેયસ ઐયરને ટીમમાંથી બાકાત રાખવા પર પ્રશ્‍નો ઉઠાવી રહ્યા હોય, પસંદગીકારોએ અનુભવ અને નવી પ્રતિભાનું મિશ્રણ પસંદ કર્યું છે. કરુણ નાયર આઠ વર્ષ પછી ભારતીય ટીમમાં પરત ફર્યા છે. નાયરને ઘરેલુ ક્રિકેટમાં તેના રેકોર્ડબ્રેક પ્રદર્શન બદલ પુરસ્‍કાર આપવામાં આવ્‍યો છે.

(4:05 PM IST)