News of Saturday, 31st May 2025
આઈપીએલ ક્રિકેટ મેચની જો ક્વોલિફાયર 2 રદ થાય તો પોઈન્ટ ટેબલમાં સારી રેન્કિંગ સાથે સમાપ્ત થનારી ટીમને ફાઇનલમાં સ્થાન મળશે
તો પંજાબની ટીમને ફાયદો થશે,જોકે 2 તારીખે વરસાદની કોઈ શક્યતાઓ નથી તેથી ક્રિકેટ રસીકો મેચ જોવાની ભરપૂર મજા માણશે

નવી દિલ્હી તા.૩૧ : IPL 2025 નો ક્વોલિફાયર 2 હવે આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. જેમાં મુંબઈની ટીમ અને પંજાબની ટીમનો આમનો-સામનો થશે. હવે ક્વોલિફાયર 2 માં જે ટીમ જીતે છે તે ફાઇનલમાં RCB સામે ટકરાશે. હવે તમને સવાલ થતો હશે કે જો ક્વોલિફાયર 2 રદ થાય તો કઈ ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે? જાણો.
જો ક્વોલિફાયર 2 રદ થાય તો કોને ફાયદો થશે?
IPL 2025માં વરસાદને કારણે ઘણી મેચ અત્યાર સુધીમાં રદ થઈ છે. જેના કારણે હવે ક્રિકેટ ચાહકોને સવાલ થઈ રહ્યો છે કે અન્ય મેચની જેમ ક્વોલિફાયર 2 વરસાદને કારણે રદ થાય છે તો કઈ ટીમને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે ક્વોલિફાયર 2 માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, અને જો રિઝર્વ ડે પર મેચ રદ થાય છે, તો પોઈન્ટ ટેબલમાં સારી રેન્કિંગ સાથે સમાપ્ત થનારી ટીમને ફાઇનલમાં સ્થાન મળશે. જો મેચ રદ થાય છે તો પંજાબની ટીમને ફાયદો થશે. જોકે 2 તારીખે વરસાદની કોઈ શક્યતાઓ નથી.
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
