<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

મુંબઈ કે પંજાબ? એલિમિનેટરમાં વરસાદ વેરી બને તો કઈ ટીમ પહોંચશે ફાઈનલમાં?

આ મેચ બંને ટીમો માટે મહત્‍વપૂર્ણ છે કારણ કે વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે અને ૩ જુને ટાઇટલ માટે RCBનો સામનો કરશે

આ મેચ બંને ટીમો માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચશે અને 3 જૂને ટાઇટલ માટે RCBનો સામનો કરશે
અમદાવાદઃ આજે 1 જૂને પંજાબ અને મુંબઈ વચ્ચેની બીજી ક્વોલિફાયર મેચ દરમિયાન વરસાદની શક્યતા કેટલી છે? હવામાનની આગાહી અનુસાર, 1 જૂને સાંજે અમદાવાદમાં વરસાદની શક્યતા 40 ટકા છે અને વાદળો પણ રહેવાની ધારણા છે.
આવી સ્થિતિમાં, જો ભારે વરસાદ પડે છે, તો પ્રથમ પ્રયાસ એ રહેશે કે કોઈક રીતે મેચ પૂર્ણ કરવામાં આવે અથવા બંને ટીમો વચ્ચે ઓછામાં ઓછી 5 ઓવરની મેચ હોવી જોઈએ જેથી પરિણામ આવી શકે, પરંતુ જો વરસાદને કારણે મેચ યોજાઈ જ ન શકે, તો અંતે તેને રદ કરી શકાય છે.

IPL 2025 માં બીજા ક્વોલિફાયર મેચ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. એવામાં જો મેચ રદ થાય છે, તો તેનો ફાયદો પંજાબ કિંગ્સને થશે અને શ્રેયસ ઐયરની ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે. IPL ના નિયમો અનુસાર, પ્લેઓફ મેચ રદ થવાના કિસ્સામાં, જે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર હોય (લીગ સ્ટેજ પૂરો થયા પછી) તે આગામી રાઉન્ડ માટે સીધી ક્વોલિફાય થઈ જાય છે. આવી સ્થિતિમાં, મુંબઈની ટીમ ઇચ્છશે કે વરસાદ ન પડે અને મેચ કોઈપણ રીતે કેન્સલ ન થાય.
IPL 2025 ના લીગ સ્ટેજ મેચ સમાપ્ત થયા પછી, પંજાબ કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં મુંબઈ ઇન્ડિયન્સથી આગળ હતી. પંજાબની ટીમ નંબર વન પર રહીને પ્લેઓફમાં પહોંચી હતી. આ ટીમે 14 માંથી 9 મેચ જીતી હતી અને 19 પોઈન્ટ હતા જ્યારે નેટ રન રેટ 0.372 હતો જ્યારે મુંબઈની ટીમ 16 પોઈન્ટ સાથે ચોથા સ્થાને હતી અને આ ટીમે 14 માંથી કુલ 8 મેચ જીતી હતી. આ ટીમનો નેટ રન રેટ 1.142 હતો.

(2:12 PM IST)