<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

પંજાબે રોહિત શર્માને જલ્‍દી આઉટ કરવો પડશેઃ નહીં તો હાર પાક્કી

આજે પંજાબ અને મુંબઇ વચ્‍ચે IPL ફાઇનલ માટે રમાશે ખરાખરીનો જંગ

મુંબઇઃ ગુજરાત સામે રોહિત શર્માએ ધુઆધાર બેટિંગ કરી હતી. 50 બોલમાં 81 રન બનાવ્યા હતા. જેમા 4 છગ્ગા અને 9 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ મેચમાં રોહિત શર્મા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

 IPLની ફાઈનલમાં પહોચવા માટે આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ક્વાલિફાયર 2 મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મુંબઈની નજર ફાઈનલમાં પહોંચવા પર છે. પંજાબની ટીમ માટે મુંબઈનો બેટ્સમેન રોહિત શર્મા ભારે પડી શકે તેમ છે. જો રોહિત શર્માને પંજાબ સસ્તામાં આઉટ નહીં કરી શકે તો પંજાબ માટે ફાઈનલમાં પહોચવું વિકટ બની જશે.

આઈપીએલની આ સિઝનમાં 14 મેચમાં રોહિતી 410 રન બનાવ્યા છે. નિર્ણાયક મેચમાં તેના સારા પ્રદર્શનથી તેના ચાહકો ખુશ છે. આઈપીએલ કરિયરમાં રોહિત શર્માએ 271 મેચમાં 7,038 રન બનાવ્યા છે જેમા 2 સદી અને 47 અડધી સદીનો સમાવેશ થાય છે.

(4:06 PM IST)