<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st June 2025

વેસ્ટ વિન્ડિઝની 238 રને શર્મનાક હાર બાદ મોટો ઝટકો: ICCની ટીમના તમામ ખેલાડીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી : દંડ ફટકારાયો

આઈસીસીએ સ્લો ઓવર રેટ બદલ વેસ્ટ ઈન્ડિઝના તમામ ખેલાડીઓને દંડ ફટકાર્યો : ઈંગ્લેન્ડ સામેની ત્રણ સિરીઝની પ્રથમ વન-ડેમાં વિન્ડિઝે નિર્ધારીત સમયમાં એક ઓવર ઓછી ફેંકી સમયમાં એક ઓવર ઓછી ફેંકી

ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમનો મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાઈ રહી છે. બંને ટીમ વચ્ચે 29 મે-2025ના રોજ પ્રથમ વન-ડે મેચ રમાઈ હતી, જેમાં વિન્ડિઝનો 238 રને શરમજનક પરાજય થયો હતો. હાર બાદ વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો લાગ્યો છે. ICCએ ટીમના તમામ ખેલાડીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે અને તમામ ખેલાડીઓને સજા આપી છે.

    આઈસીસીએ સ્લો ઓવર રેટ બદલ વેસ્ટ ઈન્ડિઝના તમામ ખેલાડીઓને દંડ ફટકાર્યો છે. ઈંગ્લેન્ડ સામેની ત્રણ સિરીઝની પ્રથમ વન-ડેમાં વિન્ડિઝે નિર્ધારીત સમયમાં એક ઓવર ઓછી ફેંકી હતી, જેના કારણે આઈસીસીએ આ કાર્યવાહી કરી છે. આઈસીસીના નિયમો મુજબ વન-ડે મેચમાં રમી રહેલી ટીમે નિર્ધારીત સમયમર્યાદની અંદર ઓવર પુરી કરવાની હોય છે, જો ટીમ આમ ન કરે તો ટીમ વિરુદ્ધ સ્લો ઓવર રેટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. આમ વિન્ડિઝની ટીમ મેચમાં આઈસીસીના નિયમનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે ટીમના તમામ ખેલાડીઓને દંડ ફટકારાયો છે. 

વિન્ડિઝ સામેની સિરીઝની પ્રથમ વન-ડે મેચમાં ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરી 50 ઓવરમાં 8 વિકેટે 400 રન વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જ્યારે વિન્ડિઝની ટીમ 26.2 ઓવરમાં ઓલઆઉટ થઈ જતા ઈંગ્લેન્ડનો 238 રને વિજય થયો હતો.

 

(11:03 PM IST)