<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

આઈપીએલના ફાઈનલ માટે રિઝર્વ-ડેઃ વરસાદ પડે તો મેચ ૪ જુને રમાશે

ચાહકો માટે ખુશખબર

 

મુંબઈઃ આઈપીએલની ફાઇનલ મેચ ૩ જૂને અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં રમાવાની છે, ફાઇનલ મેચમાં વરસાદ વિઘ્‍ન બનશે, તો પણ મેચ સંપૂર્ણપણે રમાઈ શકે તે માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. બીસીસીઆઈ એ ફાઇનલ માટે રિઝર્વ ડે રાખ્‍યો છે, એટલે કે જો ૩ જૂને મેચ પૂરી નહીં થઈ શકે, તો તે ૪ જૂને રમાશે.

સામાન્‍ય રીતે, IPL ના પ્‍લેઓફ મેચો માટે ૫ ઓવરના મેચ માટેનો કટઓફ ટાઈમ રાત્રે ૧૧:૫૬ વાગ્‍યા સુધીનો હોય છે. જો આ સમય પહેલાં વરસાદને કારણે મેચ શરૂ ન થઈ શકે, તો મેચ રદ ગણાય છે. પરંતુ, ફાઇનલ મેચના કિસ્‍સામાં આ નિયમ લાગુ પડશે નહીં. રિઝર્વ ડેના કારણે, ચાહકોને સંપૂર્ણ મેચ જોવાનો મોકો મળશે.(૪૦.૧૨)

(9:58 AM IST)