<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

ભારતીય ડી ગુકેશએ નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં વર્લ્ડ નંબર-1 મેગ્નસ કાર્લસનને હરાવ્યો

હાર પછી કાર્લસને ગુસ્સામાં ચેસ બોર્ડ પર મુક્કો માર્યો, જેનાથી ચેસનાં મોહરાં વિખેરાઈ ગયાં. એ પછી તેણે મીડિયા સાથે પણ વાત ન કરી અને ચાલ્યો ગયો.

ભારતીય વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ (વર્લ્ડ નંબર-5)એ નોર્વે ચેસ ટુર્નામેન્ટના છઠ્ઠા રાઉન્ડમાં વર્લ્ડ નંબર-1 મેગ્નસ કાર્લસનને હરાવી દીધો. આ ગુકેશની ક્લાસિકલ ચેસમાં કાર્લસન સામે પહેલી જીત છે. આ જીત સાથે 19 વર્ષના ગુકેશ નોર્વે ચેસ 2025ના પોઇન્ટ્સ ટેબલમાં 8.5 અંક સાથે ત્રીજા સ્થાન પર પહોંચી ગયા છે, જ્યારે કાર્લસન અને અમેરિકી ગ્રાન્ડમાસ્ટર ફાબિયાનો કારુઆના 9.5 અંક સાથે સંયુક્ત રીતે પહેલા સ્થાન પર છે.

હાર પછી કાર્લસને ગુસ્સામાં ચેસ બોર્ડ પર મુક્કો માર્યો, જેનાથી ચેસનાં મોહરાં વિખેરાઈ ગયાં. એ પછી તેણે મીડિયા સાથે પણ વાત ન કરી અને ચાલ્યો ગયો.

ટુર્નામેન્ટનો પહેલો રાઉન્ડ આ બંને વચ્ચે જ રમાયો હતો. એ મેચમાં પાંચવાર વર્લ્ડ ચેમ્પિયન કાર્લસને ગુકેશને હરાવી દીધો હતો

આ પહેલા ગુકેશના વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી કાર્લસને કહ્યું હતું ‘હું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમતો નથી, ત્યાં મને હરાવી શકે તેવું કોઈ નથી.’

જવાબમાં ગુકેશે કહ્યું હતું, ‘મને તક મળશે તો હું તેની સામે ચેસમાં મારી જાતને પારખી લઈશ’

ગુકેશે ડિસેમ્બરમાં સિંગાપોરમાં યોજાયેલી વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ચીનના ડિંગ લિરેનને 7.5-6.5 થી હરાવીને જીત મેળવી હતી. ગુકેશ 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ જીતનાર વર્લ્ડનો પ્રથમ ખેલાડી છે. આ પહેલાં 1985માં રશિયાના ગેરી કાસ્પારોવે 22 વર્ષની ઉંમરે આ ખિતાબ જીત્યો હતો.

ગુકેશે 14મી ગેમમાં ચીની ખેલાડીને હરાવીને આ ટાઇટલ જીત્યું. ચેમ્પિયનશિપ ફાઇનલ 25 નવેમ્બરના રોજ શરૂ થઈ હતી, જેમાં 11 ડિસેમ્બર સુધી બંને ટીમો વચ્ચે 13 રમત રમાઈ હતી

(1:28 PM IST)