તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd June 2025
શ્રેયસ ઐયરને ૨૪ લાખનો દંડ

નવી દિલ્હીઃ પંજાબના કેપ્ટન શ્રેયસને સ્લો ઓવર રેટ બદલ ૨૪ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ તેમની ટીમ દ્વારા આ નિયમનું બીજું ઉલ્લંઘન હતું. બીસીસીઆઈ એ આ અંગે એક નિવેદન બહાર પાડ્યું હતું
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે આઈપીએલ ૨૦૨૫ની બીજા ક્વોલિફાયર મેચ દરમિયાન સ્લો ઓવર રેટ બદલ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર પર દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલ આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સંબંધિત આ સીઝનમાં આ તેમની ટીમનો બીજો ગુનો હોવાથી ઐયર પર ૨૪ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઇમ્પેક્ટ પ્લેયર સહિત બાકીના પ્લેઇંગ ઇલેવન સભ્યોને વ્યક્તિગત રીતે ૬ લાખ રૂપિયા અથવા તેમની સંબંધિત મેચ ફીના ૨૫ ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો હતો.
(4:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
