તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
કોન બનેગા ચેમ્પિયન...શ્રેયસ કે રજત ટ્રોફી ઉપાડશે?
આઈપીએલના ઈતિહાસમાં બન્ને ટીમો ૧૮-૧૮ મેચો જીતીઃ આ સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પલડુ ભારે

અમદાવાદઃ આજે આઈપીએઇલની ફાઈનલ મેચ રમાશે. આ વર્ષે એવી ટીમ ચેમ્પિયન બનશે જેણે પહેલા કયારેય ટ્રોફી જીતી નથી, કારણ કે એક તરફ છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને બીજી તરફ પંજાબ કિંગ્સ. બેંગ્લોર એ ક્વોલિફાયર મુકાબલામાં પંજાબને મ્હાત આપી હતી. પંજાબએ બીજી ક્વોલિફાયર મેચમાં જીત નોંધાવીને વાપસી કરી અને ફાઈનલમાં જગ્યા બનાવી. હવે સવાલ એ થાય છે કે આ બંનેમાંથી મજબૂત ટીમ કઈ? આંકડાઓમાં જુઓ કોનું પલડું ભારે.
આઈપીએલના ઈતિહાસમાં આ બંને ટીમો વચ્ચે કુલ ૩૬ વખત મેચ થઈ અને રોમાંચક વાત એ છે કે બંને ટીમોએ ૧૮-૧૮ મેચો જીતી છે. જોકે આ વર્ષના આંકડા જોઈએ તો RCBનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. કારણ કે આ સીઝનમાં બંને ટીમો વચ્ચે ત્રણ મેચો રમાઈ જેમાંથી બેમાં RCBની જીત થઈ.
નોંધનીય છે કે RCBના કેપ્ટન રજત પાટીદાર તથા પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર વચ્ચે IPL પહેલા પણ ફાઈનલ મેચમાં મુકાબલોમાં થઈ ચૂકયો છે. છ મહિના પહેલા જ ડિસેમ્બર મહિનામાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ બંને ખેલાડીઓ કેપ્ટન તરીકે ફાઈનલ મેચમાં સામસામે હતા. રજત પાટીદાર મધ્ય પ્રદેશ તો શ્રેયસ અય્યર મુંબઈનું નેતળત્વ કરી રહ્યો હતો. તે સમયે શ્રેયસ અય્યરની ટીમને જીત હાંસલ થઈ હતી.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
