તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd June 2025
IPL -2025: અમદાવાદમાં ફાઇનલ મેચ શરૂ :પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા નિર્ણય લીધો
રજત પાટીદારના નેતૃત્વ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ ક્વોલિફાયરમાં પંજાબને હરાવીને ટાઇટલ મેચની ટિકિટ મેળવી

પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો IPL 2025ની ફાઇનલ મેચ RCB અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. રજત પાટીદારના નેતૃત્વ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્રથમ ક્વોલિફાયરમાં પંજાબને હરાવીને ટાઇટલ મેચની ટિકિટ મેળવી હતી.
તે જ સમયે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં રમતા પંજાબે બીજા ક્વોલિફાયરમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કેપ્ટન અય્યરે બીજા ક્વોલિફાયર મેચમાં બેટથી ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું અને 87 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બીજી તરફ આ સિઝનમાં બેંગ્લોરના બેટ્સમેન અને બોલરો બંનેએ મજબૂત પ્રદર્શન કર્યું છે.
બંને ટીમના પ્લેયર્સ 11
PBKS પ્લેઈંગ 11: પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ, શ્રેયસ અય્યર, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, ઉમરઝાઈ, કાઈલ જેમિસન, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
RCB પ્લેઇંગ 11: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, રોમારીયો શેફર્ડ, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
