<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd June 2025

વિરાટ કોહલીએ ફાઇનલ મેચમાં ઇતિહાસ રચ્યો: 1 ચોગ્ગો ફટકારતા ધવનનો રેકોર્ડ તોડી નાખ્યો

કિંગ કોહલીએ 1 ચોગ્ગો ફટકારતા શિખર ધવનનો રેકોર્ડ તોડી વધુ એક સિદ્ધિ મેળવી

IPL 2025ની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં RCB પહેલા બેટિંગ કરી રહ્યું છે. ઓપનરની ભૂમિકામાં આવેલા વિરાટ કોહલીએ ફાઇનલ મેચમાં ઇતિહાસ રચ્યો. કિંગ કોહલીએ 1 ચોગ્ગો ફટકારતા જ ઇતિહાસ રચી દીધો છે. તેણે શિખર ધવનનો રેકોર્ડ તોડી નાખ્યો.

વિરાટ કોહલીએ પંજાબ સામે 1 ચોગ્ગો ફટકારતા જ ઇતિહાસ રચ્યો. તેણે શિખર ધવનને પાછળ છોડી દીધો, જેમના નામે IPLમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ હતો. પરંતુ હવે IPLમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. સમાચાર લખાય ત્યાં સુધી, વિરાટે 769 ચોગ્ગા ફટકાર્યા છે, જ્યારે ધવનના નામે 768 ચોગ્ગા છે. ડેવિડ વોર્નર ત્રીજા સ્થાને છે જેણે IPLમાં 663 ચોગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્મા 640 ચોગ્ગા સાથે ચોથા નંબરે છે.

આરસીબી અને પંજાબ કિંગ્સ બંને પોતાનો પહેલો આઈપીએલ ખિતાબ જીતવા માટે સ્પર્ધા કરી રહ્યા છે. આરસીબી અને પંજાબ 18 વર્ષના દુષ્કાળનો અંત લાવવા માંગે છે.

(9:48 PM IST)