તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
IPL 2025ના ખિતાબના જીતથી બેંગલુરુમાં શાનદાર ઉજવણી : RCBની વિજય પરેડ
બપોરે 3.30 વાગ્યે વિજય પરેડ વિધાનસભાથી શરૂ થઈને ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે પૂરી થશે

બેંગ્લુરુ : RCB ટીમે શાનદાર રીતે IPL 2025નો ખિતાબ જીત્યો છે. RCB એ પહેલીવાર IPL ટ્રોફી જીતી છે. ફાઇનલમાં RCB ટીમે પંજાબ કિંગ્સ સામે પહેલા બેટિંગ કરી અને 190 રન બનાવ્યા હતા. આ પછી કૃણાલ પંડ્યાની મજબૂત બોલિંગ સામે પંજાબની ટીમ ફક્ત 184 રન બનાવી શકી હતી. આ રીતે લાંબા સમય સુધી રાહ જોયા પછી RCB એ ટાઇટલ પર કબજો કર્યો છે. હવે RCB ટીમ વિજય પરેડ કાઢશે.
IPL 2025 માં ચેમ્પિયન બન્યા બાદ RCB ની વિજય પરેડ 4 જૂને બેંગલુરુમાં યોજાશે. તે બસ પરેડ હશે અને તે બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. વિજય પરેડ વિધાનસભાથી શરૂ થશે અને ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે પૂરી થશે. RCB એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે.
અગાઉ, ખિતાબ જીત્યા બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે તે બેંગલુરુમાં RCB ચાહકો સાથે ઉજવણી કરવા માટે ઉત્સુક છે. કોહલીએ ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સને પણ ચાહકો સાથે વિજયની ઉજવણી કરવા આમંત્રણ આપ્યું હતું. આરસીબીની જીત બાદ ઘણા શહેરોમાંથી ફટાકડા ફોડવા અને ચાહકોના નાચવાના વીડિયો પ્રકાશમાં આવ્યા છે, જેમાં ચાહકો ઉત્સાહથી ભરેલા જોવા મળ્યા હતા.
વિરાટ કોહલી આઈપીએલમાં એકમાત્ર ખેલાડી છે જે બધી સીઝનમાં એક જ ટીમ માટે રમ્યો છે. કોહલીએ 2008 થી આઈપીએલમાં રમવાનું શરૂ કર્યું હતું, પરંતુ હવે તેનું ટાઇટલ જીતવાનું સ્વપ્ન પૂર્ણ થયું છે. તે લીગમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. તેણે ફાઇનલમાં 43 રનની ઇનિંગ પણ રમી હતી.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
