<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

વિરાટે એબી ડીવીલીયર્સ સાથે ટ્રોફી શેર કરી લખ્‍યું, તમે પણ આ ટ્રોફીના સમાન હકદાર છો

કોહલીની બે પોસ્‍ટ વાયરલ : ફિલ સોલ્‍ટ વિશે કહ્યું, ‘શાબાશ મારા પાર્ટનર, હવે તું તારા અસલી કામ પર પાછો ફરી જા અને ડાયપર બદલવા માટે તૈયાર થઇ જા

મુંબઇઃ વિરાટ કોહલીએ ઇન્‍સ્‍ટાગ્રામ પર બે સ્‍ટોરી શેર કરી. જેમાં તેણે તેના મિત્ર અને ભૂતપૂર્વ RCB ખેલાડી એબી ડી વિલિયર્સ સાથે ટ્રોફી શેર કરી અને લખ્‍યું કે તમે પણ આ ટ્રોફીના સમાન હકદાર છો.

વિરાટ કોહલીએ ફિલ સોલ્‍ટની પ્રશંસા કરી અને એક રમુજી પોસ્‍ટ પણ શેર કરી હતી. જણાવી દઈએ કે ફિલ સોલ્‍ટ પિતા બન્‍યા પછી IPL ફાઇનલ પહેલા પોતાના દેશ પાછો ફર્યો હતો, પરંતુ તે ફાઇનલ રમવા માટે ભારત પણ પાછો આવ્‍યો હતો. સોલ્‍ટે ફાઇનલ મેચમાં બાઉન્‍ડ્રી પર પ્રિયાંશ આર્યનો એક અદ્ભુત કેચ પણ પકડ્‍યો હતો.

વિરાટ કોહલીએ સોલ્‍ટની પ્રસંશા કરતા તેની સાથે આઇપીએલ ટ્રોફી પકડીને એક ફોટો શેર કર્યો અને રમૂજ કરતા કેપ્‍શનમાં લખ્‍યું, ‘‘શાબાશ મારા પાર્ટનર, હવે તું તારા અસલી કામ પર પાછો ફરી જા અને ડાયપર બદલવા માટે તૈયાર થઈ જા.''આજે આરસીબી ટીમ આઇપીએલ ટ્રોફી સાથે બેંગલુરુપહોંચશે. ટીમ લગભગ ૪ વાગ્‍યે કર્ણાટકના મુખ્‍યમંત્રીને મળશે. આ પછી, સાંજે ૫ વાગ્‍યે વિકટ્રી પરેડ થશે. ચિન્નાસ્‍વામી સ્‍ટેડિયમ ખાતે સાંજે ૬ વાગ્‍યે વિજયની ઉજવણી કરવામાં આવશે

(4:13 PM IST)