તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
"આ પ્રકરણનો અંત! રમતના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું, આ સુંદર સફર દરમિયાન તમારા બધાના સમર્થન બદલ આભાર.": ભારતીય ક્રિકેટર પીયૂષ ચાવલાની અચાનક ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ
IPL સીઝન 18 માટે હરાજીની યાદીમાં પોતાનું નામ પણ આપ્યું હતું તેની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી પરંતુ કોઈ ટીમે તેને ખરીદ્યો નહીં,તે વેચાયો નહીં

નવી દિલ્હી તા.૬ : ભારતીય ક્રિકેટર પીયૂષ ચાવલાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો હતો. તેણે આઈપીએલ 2025 ની હરાજીમાં પણ પોતાનું નામ આપ્યું હતું પરંતુ તે વેચાયો ન હતો. સીઝન સમાપ્ત થયા પછી, તેણે નિવૃત્તિની જાહેરાત કરતી પોસ્ટ શેર કરી. પિયુષ ચાવલાએ પોતાના ક્રિકેટ કરિયરના યાદગાર ક્ષણો શેર કરતી એક નોંધ શેર કરી. આ સાથે, તેમણે કેપ્શનમાં લખ્યું, "આ પ્રકરણનો અંત! રમતના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું, આ સુંદર સફર દરમિયાન તમારા બધાના સમર્થન બદલ આભાર."
પિયુષ ચાવલાએ પોતાની નિવૃત્તિ નોંધમાં શું લખ્યું?
"મેદાન પર બે દાયકાથી વધુ સમય વિતાવ્યા પછી, હવે આ સુંદર રમતને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાથી લઈને 2007 T20 વર્લ્ડ કપ, 2011 ODI વર્લ્ડ કપ ટીમનો ભાગ બનવા સુધી, આ અદ્ભુત સફરની દરેક ક્ષણ કોઈ આશીર્વાદથી ઓછી નથી. આ યાદો હંમેશા મારા હૃદયમાં રહેશે."
તેમણે તે બધી ટીમો (PBKS, KKR, CSK અને MI) નો પણ આભાર માન્યો જેના માટે તેઓ રમ્યા. તેમણે લખ્યું, "ઇન્ડિયન પ્રીમિયર લીગ મારી કારકિર્દીનો એક ખાસ અધ્યાય રહ્યો છે અને મેં તેમાં રમવાની દરેક ક્ષણનો આનંદ માણ્યો છે."
IPL 2025 માં પીયૂષ ચાવલા અનસોલ્ડ રહ્યા
ગયા વર્ષે MIનો ભાગ રહેલા પીયૂષે IPL સીઝન 18 માટે હરાજીની યાદીમાં પોતાનું નામ પણ આપ્યું હતું. તેની બેઝ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી, પરંતુ કોઈ ટીમે તેને ખરીદ્યો નહીં. તે વેચાયો નહીં.
તેની IPL કારકિર્દી વિશે વાત કરીએ તો, તે પહેલી સીઝનથી જ રમી રહ્યો છે. પંજાબ કિંગ્સ ટીમથી શરૂઆત કરનાર પીયૂષ કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો. તેણે કુલ ૧૯૨ મેચ રમી, જેમાં તેણે ૧૯૨ વિકેટ લીધી.
પિયુષ ચાવલાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
પીયૂષે 2006માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે 9 માર્ચે મોહાલીમાં ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી ટેસ્ટ રમી હતી. ત્યારબાદ તેણે 2007માં વનડે અને 2010માં ટી20માં ડેબ્યૂ કર્યું હતું. પીયૂષે પોતાના 6 વર્ષના ક્રિકેટ કરિયરમાં 3 ટેસ્ટ, 25 વનડે અને 7 ટી20 મેચ રમી હતી. આમાં તેણે અનુક્રમે 7, 32 અને 4 વિકેટ લીધી હતી.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
