<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

ઈંગ્લેન્ડ પહોંચી ટીમ ઈન્ડિયા: ઉષ્માભર્યું સ્વાગત :20 જૂનથી શરૂ થશે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ

ટીમ ઈન્ડિયા રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેમાંથી નિવૃતિ બાદ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમતી જોવા મળશે.

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે પહોંચી ગઈ છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયા રોહિત શર્મા અને વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેમાંથી નિવૃતિ બાદ પ્રથમ વખત ટેસ્ટ મેચ રમતી જોવા મળશે. ટીમની કેપ્ટનશીપ યુવા ખેલાડી શુભમન ગિલને સોંપવામાં આવી છે, જ્યારે ઋષભ પંતને વાઈસ કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ટીમ ઈન્ડિયાનું ઇંગ્લેન્ડમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત 20 જૂનથી થશે. ઈંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થતાં પહેલા કેપ્ટન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કોન્ફરેન્સ દરમિયાન ટીમ ઈન્ડિયાની મજબૂત પ્લેઈંગ 11 વિશે જાણકારી આપી હતી. આ અનુસાર, કેએલ રાહુલની સાથે યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરી શકે છે.

ત્રીજા સ્થાને શાનદાર ફોર્મમાં ચાલી રહેલો કરુણ નાયરની રમવાની સંભાવના છે, જ્યારે ચોથા સ્થાને કેપ્ટન શુભમન ગિલ રમતો જોવા મળી શકે છે. જે બાદ ઋષભ પંત, નિતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર રમતો જોવા મળશે. બોલિંગ એટેકમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજનું સ્થાન નક્કી છે. તેમની સાથે ત્રીજા બોલર તરીકે પ્રસિદ્ધ કૃષ્ણા અથવા અર્શદીપ સિંહમાંથી કોઈ એકને તક મળી શકે છે.

ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, શુભમન ગિલ, ઋષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા/અર્શદીપ સિંહ.

(1:11 PM IST)