<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th June 2025

14 જાન્યુઆરીએ રાજકોટમાં ભારત- ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે મેચ રમાશે : BCCI એ ODI અને ટી-20 શેડ્યુલ જાહેર કર્યું

બરોડામાં શ્રેણીનો પ્રથમ વનડે મેચ :જાણો ન્યુઝીલેન્ડ સાથે 3 ODI અને 5 T20 મેચ માટે કયા શહેરો યજમાની કરશે? જાણો સંપૂર્ણ વિગતો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી સફેદ બોલ શ્રેણીનું સમયપત્રક જાહેર કરી દીધું છે. ન્યુઝીલેન્ડની ટીમ જાન્યુઆરી 2026માં ભારતનો પ્રવાસ ખેડશે, જ્યાં બંને ટીમો વચ્ચે 3 ODI અને 5 T20 મેચો રમાશે. આ પ્રવાસ 11 જાન્યુઆરી, 2026થી શરૂ થઈને 31 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે.

આ શ્રેણી ભારતીય ટીમ માટે ખાસ કરીને T20 ફોર્મેટમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની રહેશે, કારણ કે આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં T20 વર્લ્ડ કપ રમાવાનો છે. ન્યુઝીલેન્ડ સામેની આ T20 શ્રેણી ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે.

ભારત-ન્યુઝીલેન્ડ શ્રેણીનું સંપૂર્ણ સમયપત્રક (જાન્યુઆરી 2026):

ODI શ્રેણી:

  • પ્રથમ ODI: 11 જાન્યુઆરી 2026 – બરોડા
  • બીજી ODI: 14 જાન્યુઆરી 2026 – રાજકોટ
  • ત્રીજી ODI: 18 જાન્યુઆરી 2026 – ઇન્દોર

T20 શ્રેણી:

  • પ્રથમ T20: 21 જાન્યુઆરી 2026 – નાગપુર
  • બીજી T20: 23 જાન્યુઆરી 2026 – રાયપુર
  • ત્રીજી T20: 25 જાન્યુઆરી 2026 – ગુવાહાટી
  • ચોથી T20: 28 જાન્યુઆરી 2026 – વિઝાગ
  • પાંચમી T20: 31 જાન્યુઆરી 2026 – ત્રિવેન્દ્રમ

(12:09 AM IST)