<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

મારા વર્કલોડને ધ્‍યાને લઈ મેં જ કેપ્‍ટન બનવાની ના પાડી દીધી હતીઃ બુમરાહ

 

નવી દિલ્‍હીઃ જસપ્રીત બુમરાહએ ખુલાસો કર્યો છે કે તેને ટેસ્‍ટ કેપ્‍ટન કેમ ન બનાવવામાં આવ્‍યો. ઈંગ્‍લેન્‍ડમાં ટેસ્‍ટ સિરીઝની તૈયારીમાં વ્‍યસ્‍ત બુમરાહએ મીડિયાને આપેલા ઈન્‍ટરવ્‍યુમાં એક મોટો ખુલાસો કર્યો હતો કે તેણે ના પાડી હતી પછી જ શુભમન ગિલને કેપ્‍ટન બનાવવામાં આવ્‍યો હતો.

જસપ્રીત બુમરાહે કહ્યું કે રોહિત અને વિરાટ સંન્‍યાસ લેતા પહેલા આઈપીએલ દરમિયાન તેને બીસીસીઆઈ સાથે વાત કરી હતી. તેને પાંચ મેચની ટેસ્‍ટ સિરીઝમાં તેના વર્કલોડ વિશે ચર્ચા કરી હતી. મેં તે લોકો સાથે વાતચીત કરી હતી જેને મારી પીઠની ઈજાનું મેનેજ કર્યું છે. આ પછી, અમે આ નિષ્‍કર્ષ પર પહોંચ્‍યા કે આપણે થોડા વધુ સ્‍માર્ટ બનવું પડશે, પછી તેને બીસીસીઆઈ  ને ફોન કર્યો કે તે પોતાને કેપ્‍ટનશીપની ભૂમિકામાં જોતો નથી કારણ કે તે બધી ટેસ્‍ટ મેચ રમી શકશે નહીં.

જસપ્રીત બુમરાહે જણાવ્‍યું હતું કે બીસીસીઆઈ તેને નેતળત્‍વની ભૂમિકા તરીકે જોઈ રહ્યું હતું પરંતુ તેને પોતે જ ના પાડી કારણ કે તે યોગ્‍ય નથી. કોઈ ૩ ટેસ્‍ટમાં કેપ્‍ટનશીપ કરી રહ્યું છે અને પછી કોઈ બીજાને બાકીની ટેસ્‍ટ મેચોનું નેતળત્‍વ કરવું પડે છે, તેથી તે ટીમ માટે યોગ્‍ય નથી. તે ટીમને પ્રથમ રાખવા માંગતો હતો. તેને કહ્યું કે તેને કેપ્‍ટનશીપ કરતાં ક્રિકેટ રમવાનું વધુ ગમે છે.

(11:47 AM IST)