News of Wednesday, 18th June 2025
પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમમાં હર્ષિત રાણાનો સમાવેશ

નવી દિલ્હી: ૨૦ જૂનથી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ઝડપી બોલર હર્ષિત રાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાણા ઇન્ડિયા એ ટીમનો ભાગ હતો. રાણાને અગાઉ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે પસંદ કરાયેલી ૧૮ સભ્યોની ભારતીય ટીમમાં સ્થાન મળ્યું ન હતું. ભારતે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પાંચ ટેસ્ટની શ્રેણી રમવાની છે અને ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ યુવા કેપ્ટન શુભમન ગિલ કરી રહ્યા છે. જસપ્રીત બુમરાહ ઉપરાંત, ભારતીય ટીમમાં અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ જેવા ઝડપી બોલરો છે, જ્યારે શાર્દુલ ઠાકુર અને નીતિશ કુમાર રેડ્ડી પણ ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ભારતીય ટીમનો ભાગ છે.રાણાને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી અને ત્યાં તેણે બે મેચ રમી અને ૫૦.૭૫ ની સરેરાશથી ચાર વિકેટ લીધી.ભારતે તાજેતરના સમયમાં હેડિંગ્લીમાં ઘણી મેચ રમી નથી. ભારતને 2021 માં અહીં ઇનિંગ હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ ભારત 2002 માં અહીં રમ્યું હતું, જોકે પછી ભારતે એક ઇનિંગ અને 46 રનથી જીત મેળવી હતી. આ વખતે હેડિંગ્લીમાં પીચ સપાટ રહેવાની અપેક્ષા છે અને અહીંની વિકેટ બેટ્સમેન માટે અનુકૂળ હોઈ શકે છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
