<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

જય હો...કાલથી ભારતની યુવા ટીમની અગ્નિ પરીક્ષા

લીડસના મેદાનમાં ઉછાળવાળી પિચ ઉપર બોલરોનું પ્રભુત્‍વ રહેશે, જે ટીમ ટોસ જીતશે એ બોલીંગ પસંદ કરશે જયસ્‍વાલ-રાહુલ ઓપનિંગ કરશે, સાંઈ સુદર્શન અને અભિમન્‍યુ ઈશ્‍વરનને તક મળશે?: નીતિશ રેડ્ડી ઓલરાઉન્‍ડરની ભૂમિકામાં

નવી દિલ્‍હીઃ ભારત-ઇંગ્‍લેન્‍ડની પ્રથમ ટેસ્‍ટ ૨૦ જૂનથી રમવાની છે.ટીમ ઈન્‍ડિયાના યુવા કેપ્‍ટન શુભમન ગિલની અગ્નિપરીક્ષા પણ શરૂ થશે. લીડ્‍સના મેદાન પર આ સિરીઝ શરૂ થશે. ઈંગ્‍લેન્‍ડમાં સ્‍વિંગ થતો બોલ બેસ્‍ટ બેટ્‍સમેનોના કરિયરનો અંત લાવવા માટે જાણીતા છે.ટીમ ઈન્‍ડિયાના બેટ્‍સમેનોને પણ મુશ્‍કેલ પડકારનો સામનો કરવો પડશે. આવામાં લીડ્‍સમાં થનારી મેચની પિચ હવે કેવી રહેશે?

મીડિયા રિપોર્ટ મુજબ પહેલી ટેસ્‍ટ મેચની પિચ જાહેર કરવામાં આવી છે. પિચ સંપૂર્ણપણે લીલીછમ જોવા મળી રહી છે. એવું લાગે છે કે આ મેચના શરૂઆતના દિવસોમાં બોલરોનું વર્ચસ્‍વ રહેશે. બેટ્‍સમેનોએ આ પિચ પર રન બનાવવા માટે સખત મહેનત કરવી પડશે. જે પણ ટીમ ટોસ જીતે છે તે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે જેથી પિચ પર ભેજનો ફાયદો મેળવી શકાય.

ઈંગ્‍લેન્‍ડમાં પિચનો મૂડ હવામાન પર ઘણી હદ સુધી આધાર રાખે છે. મીડિયા રિપોર્ટ મુજબ તાપમાન ૩૦ ડિગ્રીથી ઉપર જશે. આવામાં બેટ્‍સમેન માટે રન બનાવવાનું સરળ બનશે. શરૂઆતના દિવસોમાં, પિચ બોલરોની તરફેણમાં રહેશે, જ્‍યારે રમત આગળ વધશે તેમ, બેટ્‍સમેનને ફાયદો થશે.

આ પ્રવાસમાં ટીમ ઈન્‍ડિયા માટે યશસ્‍વી જયસ્‍વાલ અને કેએલ રાહુલ ઓપનિંગ કરતા જોઈ શકાય છે. ત્રીજા નંબરે સાઈ સુદર્શન ટીમ ઈન્‍ડિયા માટે ડેબ્‍યૂ કરી શકે છે. આ પછી રિષભ પંત, કરુણ નાયર અને શાર્દુલ ઠાકુર મિડલ ઓર્ડરમાં ટીમની તાકાત વધારતા જોવા મળશે.

તે પહેલાં, ભૂતપૂર્વ ક્રિકેટર સંજય બાંગરે ઇંગ્‍લેન્‍ડ સામેની ટેસ્‍ટ મેચ માટે તેની શ્રેષ્ઠ રમવાની ઇલેવન પસંદ કરી છે. તેણે ઘણા મોટા ખેલાડીઓને ટીમની બહાર રાખ્‍યા છે. તેના મતે ઓપનીંગમાં યશાસવી જયસ્‍વાલ અને કેએલ રાહુલ અભિમનુ ઇશ્વરને ત્રીજા કેપ્‍ટન શુભમન ગિલ નંબર ચાર પર બેટિંગ કરવા જવું જોઈએ.

કરૂણનાયર બાદ છઠ્ઠા ક્રમે રીષભ પંત, છઠ્ઠા ક્રમમાં બેટિંગ કરશે. સંજય બાંગરે નિતીશ કુમાર રેડ્ડીને તેની ટીમમાં ઝડપી બોલિંગની જગ્‍યાએ ઓલ -રાઉન્‍ડર શાર્દુલ ઠાકુરની જગ્‍યાએ સ્‍થાન આપ્‍યું છે.

સંજય બાંગરની ઇલેવનઃ યશસ્‍વી જયસ્‍વાલ, કેએલ રાહુલ, અભિમન્‍યુ ઇશ્વરન, શુભમન ગિલ (કેપ્‍ટન), કરુન નાયર, રીષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યદાવ, પ્રસિધ્‍ધ કળષ્‍ણ, મોહમ્‍મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ.

(2:34 PM IST)