<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

યશસ્વી જયસ્વાલે ઇતિહાસ રચ્યો: આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો

શુભમન ગિલ કેપ્ટન તરીકે ડેબ્યૂ મેચમાં પોતાની બેટિંગથી બધાનું દિલ જીતી લીધું તેણે સદી ફટકારી અને ઇતિહાસના પાનામાં નામ પણ નોંધાવ્યું

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ઇંગ્લેન્ડના લીડ્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે અને કેપ્ટન તરીકે આ તેનું ડેબ્યૂ છે. આ મેચમાં પોતાના નવા સાથી સાથે ઓપનિંગ કરવા આવેલા યશસ્વી જયસ્વાલે પોતાની બેટિંગથી બધાનું દિલ જીતી લીધું છે. તેણે સદી ફટકારી છે અને ઇતિહાસના પાનામાં પોતાનું નામ પણ નોંધાવ્યું છે. 

   યશસ્વી જયસ્વાલે હજુ સુધી ઇંગ્લેન્ડમાં એક પણ ટેસ્ટ મેચ રમી નથી અને આ તેનું ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ડેબ્યૂ છે અને તેણે આ પ્રસંગને ખૂબ જ ખાસ બનાવ્યો છે અને સદીથી શરૂઆત કરી છે.

   યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે માત્ર ૧૪૪ બોલમાં પોતાની સદી પૂર્ણ કરી, આ દરમિયાન તેણે એક છગ્ગો અને એક ચોગ્ગા ફટકાર્યા. 

ભારતીય ક્રિકેટ ટીમે આ સાથે શાનદાર શરૂઆત કરી છે અને ટીમે બીજા સત્રમાં જ 200 રનનો આંકડો પાર કરી લીધો છે. યશસ્વીએ પહેલા કેએલ રાહુલ સાથે અને હવે ગિલ સાથે મજબૂત ભાગીદારી કરી છે.  
. યશસ્વી જયસ્વાલે ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ સાથે સદીની ભાગીદારી કરી છે. આ બંનેની જોડીએ ઇંગ્લેન્ડ માટે જીવન મુશ્કેલ બનાવી દીધું છે
યશસ્વી જયસ્વાલ ઇંગ્લેન્ડમાં પોતાની પહેલી ટેસ્ટ રમતી વખતે 21મી સદીમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. આ પહેલા ગાંગુલીએ 1996માં સદી ફટકારી હતી

યશસ્વી જયસ્વાલ હેડિંગ્લી લીડ્સમાં સદી ફટકારનાર ભારતીય ટીમનો પ્રથમ ઓપનર બન્યો છે. તેની પહેલા કોઈ ભારતીય ઓપનર આ કરી શક્યો નથી

 

(9:50 PM IST)