News of Tuesday, 24th June 2025
ટેનીસ સમર કેમ્પ

કાશ્મિરાબેન અને રાજુભાઇ ટીમાણિયાના પુત્રી તેમજ અમદાવાદ નિવાસી વિજયામ્બીકાબેન તથા જનકકુમાર નાયરના પુત્રવધુ શ્રીમતી ઝેવરબેન સંતોષકુમાર નાયર, અમેરિકા ખાતે યોજાએલ ‘ટેનિસ' ના સમરકેમ્પમાં ભાગ લેવા અમેરિકા જવા રવાના થએલ. શ્રીમતી ઝેવરબેન આ પહેલા ટેનિસની ગુજરાત લેવલની તેમજ નેશનલ લેવલની અનેક ટુર્નામેન્ટોમાં વિજેતાબની અનેક શિલ્ડ હાંસલ કરેલ. તેઓ એન્જીનિયરીંગમાં મિકેનિકલ એન્જીનીયરીંગની ડીગ્રી પણ મેળવેલ છે. તેઓ સામાજિક અગ્રણી સ્વ. બચુભાઇ રામજીભાઇ ટીમાણિયા અને જયાબેન ટીમાણિયાના પૌત્રી થાય છે. તેઓ સૌરાષ્ટ્ર અંત્યજ સમાજ સેવા સંઘના માનદમંત્રી ગોવિંદભાઇ વાઘેલાની યાદી જણાવે છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
