<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

એબી ડી વિલિયર્સ ફરી મેદાનમાં પરત ફરશે : જુલાઈમાં આ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે

એબી ડી વિલિયર્સ પણ WCLની બીજી સીઝનમાં દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ ટીમ તરફથી રમશે .

મુંબઈ : વર્લ્ડ મ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની બીજી સીઝનની જાહેરાત થઈ ગઈ છે, જેમાં આ વખતે પણ આ ટુર્નામેન્ટ ઈંગ્લેન્ડમાં રમાશે. ગત સીઝનની જેમ, બીજી સીઝનમાં પણ 6 ટીમો ભાગ લઈ રહી છે, જ્યારે તેમની ટીમમાં ચોક્કસ કેટલાક ફેરફારો જોવા મળ્યા છે. વિશ્વ ક્રિકેટમાં મિસ્ટર 360 ડિગ્રી તરીકે જાણીતા એબી ડી વિલિયર્સ પણ WCLની બીજી સીઝનમાં દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ ટીમ તરફથી રમતા જોવા મળશે. WCLની બીજી સીઝન 18 જુલાઈથી શરૂ થશે, જ્યારે ફાઇનલ મેચ 2 ઓગસ્ટના રોજ રમાશે. પહેલી સીઝનમાં, ભારત ચેમ્પિયન્સ ટીમે યુવરાજ સિંહની કેપ્ટનશીપમાં ફાઇનલ મેચમાં પાકિસ્તાન ચેમ્પિયન્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું.

     વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની બીજી સીઝનમાં દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ ટીમનો ભાગ બન્યા બાદ એબી ડી વિલિયર્સે પોતાના નિવેદનમાં કહ્યું કે દક્ષિણ આફ્રિકા ટીમ માટે રમવું હંમેશા મારા માટે મોટી વાત રહી છે. ફરીથી દિગ્ગજોના જૂથનો ભાગ બનવું મારા માટે મોટી વાત છે. અમે ફક્ત આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાના ઇરાદાથી મેદાનમાં ઉતરીશું નહીં, પરંતુ આ ટુર્નામેન્ટ જીતવાનો પણ પ્રયાસ કરીશું. એબી ડી વિલિયર્સ ઉપરાંત, ક્રિસ મોરિસ, હાશિમ અમલા, હર્શેલ ગિબ્સ અને ડેલ સ્ટેન જેવા ઘણા મોટા ખેલાડીઓ બીજી સીઝનમાં દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સ ટીમ તરફથી રમતા જોવા મળશે.

   દક્ષિણ આફ્રિકા ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સની ગણતરી વિશ્વ ક્રિકેટના મહાન બેટ્સમેનોમાં થાય છે, જેનો રેકોર્ડ ત્રણેય ફોર્મેટમાં ઉત્તમ છે. જો આપણે ટી20 ફોર્મેટમાં ડી વિલિયર્સના રેકોર્ડની વાત કરીએ તો, તેમણે કુલ 340 મેચ રમી છે જેમાં તેમનો સ્ટ્રાઇક રેટ 150.13 રહ્યો છે, જ્યારે તેમના બેટમાંથી 9424 રન જોવા મળ્યા છે. ટી20 ફોર્મેટમાં ચાર સદી ઉપરાંત, ડી વિલિયર્સના નામે 69 અડધી સદીની ઇનિંગ્સ પણ નોંધાયેલી છે.


 

(11:10 PM IST)