<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

બર્મિંગહામમાં બીજી ટેસ્ટ મેચ પહેલા ઇંગ્લેન્ડે ટીમની જાહેરાત કરી: જોફ્રા આર્ચરની વાપસી

હવે જોફ્રા આર્ચરની વાપસી ઝડપી બોલિંગને વધુ ધાર આપશે: કયા ઝડપી બોલરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે તે જોવું રસપ્રદ રહેશે

મુંબઈ :પહેલી ટેસ્ટ મેચ જીતીને, ઇંગ્લેન્ડે પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી બર્મિંગહામમાં રમાશે, જેના માટે ઇંગ્લેન્ડે ટીમની જાહેરાત કરી છે. જોફ્રા આર્ચર ટીમમાં પરત ફર્યો છે.

 જોફ્રા આર્ચર ચાર વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. આર્ચર ચાર વર્ષ પછી પોતાનો પહેલો ટેસ્ટ મેચ રમશે. 30 વર્ષીય રાઈટ હેન્ડેડ ફાસ્ટ બોલર જોફ્રાએ છેલ્લે ફેબ્રુઆરી 2021માં ટેસ્ટ મેચ રમી હતી. આ પછી, તે પહેલી વાર ઈંગ્લેન્ડ ટેસ્ટ સેટ-અપમાં વાપસી કરી રહ્યો છે.

પહેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને પાંચ વિકેટથી હરાવ્યું. બેન ડકેટે રન ચેઝમાં સદી ફટકારી. જો રૂટના અનુભવે પણ ટીમને મદદ કરી. હવે જોફ્રા આર્ચરની વાપસી ઝડપી બોલિંગને વધુ ધાર આપશે. જો કે કયા ઝડપી બોલરને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળશે તે જોવું રસપ્રદ રહેશે.

ભારત સામેની બીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), જોફ્રા આર્ચર, જો રૂટ, બેન ડકેટ, શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, સેમ કૂક, જેક ક્રોલી, ક્રેગ ઓવરટન, ઓલી પોપ, જેમી સ્મિથ, જોશ ટોંગ, ક્રિસ વોક્સ.

(8:57 PM IST)