News of Monday, 30th June 2025
હારનું દુઃખ ભુલાવીને ઈંગ્લેન્ડમાં મોજમસ્તી કરી રહ્યા છે ભારતીય પ્લેયરો

નવી દિલ્હીઃ ભારતીય ટીમે બીજી મેચ માટે બર્મિગહેમ પહોંચાડીને થોડા દિવસાના આરામ બાદ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જોકે પ્રેક્ટિસ-સેશન બાદ ભારતીય પ્લેયરો ઈંગ્લેન્ડના રસ્તાઓ પર મોજમસ્તી કરવાનું નથી ચૂક્યા. રિષભ પંત પોતાની ફેમેલી સાથે સમય પસાર કરતો જોવા મળ્યો હતો. ઓપનર યશસ્વી જયસ્વાલ અને ઓલરાઉન્ડર નીતીશ કુમાર રેડી પોતાની પંચ મારવાની ક્ષમતાની ગેમમાં સ્પર્ધા કરતા જોવા મળ્યા હતા. કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાની સ્પિન જોડીએ સાથી પ્લેયરો સાથે કેફે અને મોલ એક્સપ્લોર કર્યા હતા. ફાસ્ટ બોલરો અર્શદીપ સિંહ અને આકાશ દીપનો બોલિંગકોચ મોર્ને મોર્કલ સાથે મેદાન પર સૂઈને ગમ્મત કરતો વિડિયો પર સોશ્યલ મિડીયા પર વાયરલ થયો હતો.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
